આજે સમાજ પ્રગતિ ના પંથે છે
નમસ્કાર,
મારા વ્હાલા રબારીસમાજ.કોમ ના વાચકો ને NGKOLA ના પ્રણામ, સો પ્રથમ તો મને રબારીસમાજ.કોમ દ્રારા રબારીસમાજ વિશે બે શબ્દ કહેવાનો મોકો મળ્યો તે બદલ મોહનભાઇ નો ખુબ ખુબ આભાર ,
આજે સમાજ પ્રગતિ ના પંથે છે .
ભુતકાળ મા આપણે ઘેટા -બકરા-ગાયો ચરાવતા હતા, ના આપણુ કોઇ ઘર હતુ , ના આપણે સ્થાયી હતા , જેની સરખામણી આજે આપણે સ્થાયી થયા ,આર્થિક રીતે સધ્ધર થયા . દરેક વ્યવસાય , ક્ષેત્ત મા મોખરે છીએ , પરતુ હજુ પણ આપણે બીજા સમાજ ની સરખામણી મા ઘણા પાછળ છીએ તેનુ મુખ્ય કારણ છે શિક્ષણ . શિક્ષણ મા આપણે પછાત છીએ , આપણે પટેલ સમાજ પર નજર નાખીએ તો તેમના પરીવારનો દરેક સભ્ય નોકરીયાત હોય છે . કોઇ ડોકટર , કોઇ એન્જીનિયર, તો કોઇ વિદેશ મા સ્થાયી થયા છે .
તેમની સરખામણી મા આપણા સમાજ મા છોકરો અડધી જીંદગી મા-બાપ ના સહારે ગુજારે છે , દીકરો -દીકરી બન્ને ને સમાન અધિકાર છે,કન્યા કેળવણી પર ભાર મુકવાની જરુર છે . આપણે લોકો એ માતાજી ના માટે લાખો દાન કરિયે છિએ . પણ જો શૈક્ષણિક સંસ્થા મા પૈસા આપવાની ની વાત આવે તો ચુપ કેમ ? થોડો વિચાર બદલવાની ની જરુર છે ભાઇઓ , માટે મારા વડીલો ને વિંનતી છે કે શિક્ષણ પર મુકવાની જરુર છે તેના માટે દરેક શહેર મા શિક્ષણ સંસ્થાઓ , છાત્રાલયો નુ નિર્માણ કરવાની આવશ્યકતા છે જે સમાજ ના આર્થિક રીતે પછાત વિધાર્થીઓ માટે લાભદાયી નીવડશે .
દુનીયા મા ૧૪ કરોડ ૨૮લાખ માલધારી વસે છે જેની એક ખાસિયત છે કે ૭૦ % લોકો હજુ રબારી પેહરવેશ મા જ છે જે આપણા માટે ખુશી ની વાત છે પરંતુ આવનારા દિવસો મા આપણે આ ખાસિયત ખોઇ બેઠા હોઇશુ . આપણા સમાજ મા અતિથી દેવો ભવ: મતલબ મહેમાન એ ભગવાન ગણાય છે આજે પણ મેહમાન ને રામ રામ કહી આવકારિ એ છિએ અને ખુબ સેવા કરીયે છિએ જે વર્ષો ની પરંપરા આજે પણ કાયમ છે
આપણા સમાજ મા હજુ પણ બાળ -વિવાહ થાય છે . આપણે લોકો એ “બાળ વિવાહ નાબુદી ” પર અભિયાન ચલાવવુ જોઇએ . આપણે છોકરી ૧૮ વર્ષ , છોકરો ૨૧ વર્ષ પછી જ લગ્ન કરવા જોઇએ . જેથી તેમની
લાયકાત અનુસાર , મનપંસદ વ્યક્તિ સાથે લગ્ન થાય . તેના માટે માટે યુવક-યુવતી પરિચય નુ પણ આયોજન કરવુ જોઇએ . જેનાથી “છુટાછેડા” નુ પ્રમાણ ઘટશે.
-
લિ .નરસિંહ કોલા ,
ગામ – ઢેઢાલ ,
તા -ડિસા , બનાસકાંઠા
જો તમારા માંથી પણ કોઈ રબારીસમાજ.કોમ પર લખવા માંગતું હોયે તો અમને તમારા ફોટો સાથે મોકલી આપો. mohan@rabarisamaj.com
Comments (2)

jay shree keshar bhavani {chehar mata}
[Reply]
woww great thought brother …i agree u we should take some some stape to improve stydy in our cast….now dont let it on aur elder…..bcos its time for younger to do something……
[Reply]