જન્માષ્ટમી

શ્રાવણ વદ આઠમનો દિવસ કૃષ્ણજન્મોત્સવ તરીકે ઉજવાય છે. અડાબીડ ધોર અંધકારમાં જાણે મહાસુર્ય ઉગી નીકળે અને અંધકાર દૂર થઈ જાય તેમ કૃષ્ણનો જન્મ થતા જ આસુરી તત્વો, અસત્યના આરાધકો ભયભીત થવા લાગ્યા. સમાજના દરેક વર્ગને પોતાનો હમદર્દ મળયો. ગરીબો, પીડીતો, શોષિતો બધામાં નવા પ્રાણ ફૂંકાયો અને તેઓ આનંદથી ઝુમવા લાગ્યા. આ આનંદનો ઉત્સવ ત્યારથી કૃષ્ણ જન્માષ્ટમીના નામે ઓળખાવા લાગ્યો જે પરંપરા આજે પણ ચાલું છે.
કૃષ્ણનામ સાંભળતા જ આપણી નજર સમક્ષ એક વિરાટ વ્યકિતત્વ ખડુ થઈ જાય છે. આપણે ઘણા ઇશ્વરીય અવતારો જોયા પરંતુ શ્રી કૃષ્ણ એક ઈશ્વરીય અવતાર હોવાં છતાં પણ આપણામાંની જ કોઈ વ્યકિત હોય તેવો અહેસાસ થાય છે. કૃષ્ણ એટલે યશોદાનો માખણ ચોર, કૃષ્ણ એટલે ગોવાળિયાઓનો મિત્ર, કૃષ્ણ એટલે મહામુત્સદી, પરાક્રમી સૈનિક, ધર્મ રક્ષક, શ્રેષ્ઠ શિષ્ય, એક મહાન ઉપદેશક વગેરે વગેરે. કૃષ્ણો જીવનમાં ખોટા આડંબરો રાખ્યા વગર જીવનની વાસ્તવિકતાઓનો સ્વીકાર કરીને સમસ્યાઓનો ઉકેલ આણ્યો. કૃષ્ણ રાજનીતિના કુશાગ્ર ખેલંદ હતા. પરંતુ તેઓનું અંતિમ લક્ષ્ય તો માનવકલ્યાણ અને ધર્મ કલ્યાણ જ રહ્યું છે. કૃષ્ણે સંપૂર્ણ માનવજાતને શીખ આપી કે વ્યકિત એક સામાન્ય પરીવારમાં જન્મ લઈને પણ પોતાના કર્મબળોને આધારે મહાન બની શકે છે. તેમની પાસે નહોતી સંપત્તિ કે સત્તા, છતાંપણ પોતાની બુધ્ધિ અને વ્યકિત્તત્વના બળે યાદવોને સંગઠિત કર્યા. યાદવોનો તેમણે એટલે અપાર વિશ્વાસ જીત્યો કે તેના કહેવાથી ગોકૂળના લોકો વર્ષોથી ઈન્દ્ર્થી પૂજા કરતા તે પરંપરા પણ તોડી નાખી જેમ સૂર્યનું તેજ ઝાંખુ પડતું નથી તે જ રીતે કૃષ્ણનું વ્યકિતત્વ આજે હજારો વર્ષ પછી પણ આજે પણ ઝગારાં મારી રહ્યું છે.
કૃષ્ણો બાળપણથી જ અનિષ્ઠ તત્વોનો પરાભાવ શરૂ કર્યો. કૃષ્ણ પોતે માખણ ખાઈને બીજાને પણ ખાતા કર્યા. માખણમાં રહેલા પોષ્ટિક તત્વોએ બાળપણથી જ યાદવોમાં તાકાત આણી, લડાઈઓ જીતવી હોય તો શારીરિક તાકાત હોવી જરૂરી છે તેમ કૃષ્ણ માનતા. તેમણે ગાયો અને અન્ય પશુધન માનવ જેટલું જ મહત્વ આપ્યું કારણકે યાદવોની આજીવિકા તેની ઉપર આધારીત હતી. તેને દરેક પગલા પાછળ કોઈને કોઈ ચોક્કસ કારણો હતા જ. તેમણે સ્ત્રીઓને ઘરની ચાર દિવાલોમાંથી બહાર કાઢી, સ્ત્રી શકિતને સમાજના વિકાસમાં ભાગીદાર બનાવી. કૃષ્ણે બાળપણમાં અનેક પરાક્રમો કર્યા છતાંપણ તેઓ રહ્યા તો બાળક જ. કૃષ્ણ ગોકુળમાં બાળક સાથે બાળકની જેમ યુવાનોનો મિત્ર અને સૌ કોઈના પ્રીય થઈને રહ્યા
એવા યુગપુરૂષ શ્રી કૃષ્ણને કોટી-કોટી વંદન.
જ્ય શ્રી કૃષ્ણ, જ્ય દ્વારકાધીસ, જ્ય રણછોડ

Hi
we both appreciate your genius work
Hitesh & jitesh
[Reply]
Hemaraj Rabari Reply:
August 28th, 2010 at 3:58 pm
Thanks for your comment brother.
[Reply]