નાગપાંચમ – કેવી રીતે કરશો નાગદેવની પૂજા ?
શ્રાવણ માસની શુક્લ પંચમી નાગપંચમી તરીકે ઓળખાય છે. આ દિવસે નાગની પૂજા કરવામાં આવે છે. આ દિવસે નાગ દર્શનનું પણ વિશેષ મહત્વ હોય છે. આ દિવસે સાંપને મારવાની મનાઈ છે. આખા શ્રાવણ મહિનામાં અને ખાસ કરીને નાગપંચમીના દિવસે ધરતીને ખોદવાની મનાઈ છે. આ દિવસે સાંપને દૂધ પીવડાવવામાં આવે છે. કેટલીક જગ્યાએ ખાસ કરીને ગુજરાતમાં શ્રાવણ માસની કૃષ્ણ પંચમીએ પણ નાગપંચમી ઉજવવામાં આવે છે. આ દિવસે પૂજામાં સફેદ ફૂલ મૂકવામાં આવે છે.
આપણા દેશમાં વ્યાપેલી ધાર્મિક આસ્થાના આધાર પર લિંગ, સાંપ, અગ્નિ, સૂર્ય આદિનું ખૂબ મહત્વ છે. નાગપૂજાની પરંપરા પણ આજ સુધી ચાલી રહી છે અને ભારતીય સંસ્કૃતિમાં આનુ વિશેષ મહત્વ છે. આ દિવસે નાગના દર્શનને શુભ માનવામાં આવે છે. એવુ કહેવાય છે કે આપણી ધરતી શેષનાગના ફેણ પર ટકેલી છે અને જ્યારે ધરતી પર પાપ વધી જાય છે ત્યારે શેષનાગ પોતાની ફેણને સમેટી લે છે જેથી ધરતી હલે છે. આ જ વિચાર જન માણસ પર વધુ શ્રધ્ધાવત બનીને નાગની પૂજાને બાધ્ય કરે છે. આપણા દેશમાં દરેક સ્થાન પર કોઈને કોઈ રૂપે શંકર ભગવાનની પૂજા થાય છે, અને એમના ગળામાં, જટાઓમાં અને બાજુઓમાં નાગની માળા સ્પષ્ટ દેખાય છે આથી પણ લોકો નાગની પૂજા કરવામાં વધુ શ્રધ્ધા રાખે છે.
નાગપંચમીના દિવસે શું કરશો ?
- આ દિવસે નાગદેવનું દર્શન અવશ્ય કરવું જોઈએ.
- નાગદેવના નિવાસસ્થાન ની પૂજા કરવી જોઈએ.
- નાગદેવતાને દૂધ પણ પીવડાવવું જોઈએ.
- નાગદેવની સુગંધિત ફૂલ તેમજ ચંદનથી જ પૂજા કરવી જોઈએ, કારણકે નાગદેવ સુગંધ પ્રિય છે.
- ॐ कुरुकुल्ये हुं फट् સ્વાહા નો જાપ કરવાથી સર્પ વિષદૂર થાય છે.
આના થી વધારે માહિતી તમારી પાસે હોય તો અમને મોકલ્સો.
Comments (4)


રાજભાઈ,
સાપ અથવા નાગ ખેડુતનો મિત્ર છે કારણ કે પાકને નુકશાન કરનારા ઉંદરો સાપ-નાગનો ખોરાક છે. આપણે ક્યારેય સાપ-નાગને મારવા જોઈએ નહિ. સાપ-નાગ ક્યારેય દુધ પીતા નથી. તેઓને કાન પણ ન હોવાથી કોઈ અવાજ સાંભળી શકતા નથી. મદારી જે બીન વગાડે છે એ સાંભળીને નહિ પણ બીનને હલતુ જોઈને સાપ કે નાગ પોતાનું માથું હલાવે છે. કોઈના પગલાથી જમીનમાં થતો ધ્રુજારો અનુભવીને અને આંખોથી જોઈને સાપ-નાગને કોઈના હોવાની જાણ થાય છે અને ડરીને તે છુપાઈ જાય છે. માણસને ડંખ મારવાની કે વેર લેવાની વૃત્તિ તેનામાં હોતી જ નથી. ભુલથી માણસનો પગ તેના પર પડી જાય તો સ્વબચાવ માટે તે ડંખ મારે છે. આપણે ત્યાં મોટા ભાગના સાપ બિનઝેરી હોય છે. નાગ ઝેરી છે. બિનઝેરી સાપને બે દાંત હોવાથી તે જ્યારે ડંખ મારે છે ત્યારે શરીર પર બે દાંતના નિશાન જોવા મળે છે. આવું બને ત્યારે માણસે મૃત્યુનો ખોટો ભય રાખ્યા વિના દુ:ખાવો દુર કરવાની દવા લેવી જોઈએ. ઝેરી સાપ, જે નાગ છે એને એક દાંત હોવાથી તેણે મારેલા ડંખથી શરીર પર એક દાંતનું નિશાન જોવા મળે છે, જેનો તાત્કાલિક ઉપાય ન કરવામાં આવે તો માણસનું મૃત્યુ થાય છે.
[Reply]
raj savdhariya Reply:
August 31st, 2010 at 7:11 am
ધન્યવાદ કલ્પેશભાઈ,…તમારી કોમેન્ટ બદલ…અને બહુ સરસ જ્ઞાન આપ્યું છે તમે આ વિષય પર
[Reply]
રાજની ટાંક Reply:
September 17th, 2010 at 3:31 pm
સૌ પ્રથમ કલ્પેશભાઈ આપનો ખૂબ ખૂબ આભાર..નાદ ક્યાંરેય દુધ પિતો જ નથી.દૂધને પચાવી શકે તેવી ગ્રંથી નાગના શરીરમાં હોતી નથી.દૂધ પિવડાવવાથી નાગના ફેફસા ફાટી જાય છે અને મૃત્યુ પામે છે.કલ્પેશભાઈએ કહ્યુ તેમ સાપ કુદરતીચક્રનું અમુલ્ય અંગ છે.ભારતમાં જોવા મળતા ૩૦૦ જેટલા સાપો માંથી માત્ર ૨૦% સાપ ઝેરી છે.તેના ઝેરનો ઉપચાર પણ આજે ઉપલ્બધ છે.સાર્પદંશથી પિડાતા વ્યક્તિને તાંત્રિક-ભૂવાઓ પાસે ન લઈ જતા ડૉક્ટર પાસે લઈ જવા જોઇએ.
[Reply]
Mara Vhala Rabari Samaj Ne Mara Ram ram
Mara Vhala bhai Mara Samaj Pratye MaNe Khub Prem Chhe.
I Love My Rabari Samaj
[Reply]