નાગપાંચમ – સર્પદંશથી બચાવે છે ગોગાદેવની પૂજા

શ્રાવણ વદ પાંચમને ગોગા પંચમી, નાગ પંચમી કહેવામાં આવે છે. આ દિવસે ગોગાદેવની પૂજા કરવામાં આવે છે. ધાર્મિક માન્યતા પ્રમાણે ગોગાદેવની પૂજા સર્પદંશ સામે રક્ષણ આપે છે. આ દિવસે નાગદેવની પૂજા કરવામાં આવે છે. તેનું મહત્વ જન્માષ્ટમીના ચાર દિવસ પહેલા ખૂબ વિશેષ હોય છે. આ દિવસે બહેનો શિવલીંગ અને નાગદેવતાની પૂજા કરે છે.

Jay Goga Maharaj1 નાગપાંચમ   સર્પદંશથી બચાવે છે ગોગાદેવની પૂજા

ગોગા પાંચમના દિવસે ગોગાદેવની સાથે નાગ પર પણ દૂધ ચઢાવવામાં આવે છે. ગોગાદેવની પૂજા માટે સાફ દિવાલમાં ગેરુ કરીને દૂધમાં કોલસો ભેળવીને સાપનો આકાર બનાવવામાં આવે છે. તેનું ચિત્ર ઉપસાવવામાં આવે છે. ત્યાર બાદ સાપ પર બાજરી,ચોખા ખાસ કરીને કુલેર , ઘી, ખાંડ અને ગોળથી તેની પૂજા કરવામાં આવે છે. આ દિવસે સ્ત્રીઓ ગોગા દેવ પાસે બાળકોના રક્ષણની પૂજા કરે છે. પરિણીત સ્ત્રીઓ સુખી દાંપત્યજીવનની પૂજા કરે છે અને નિસંતાન સ્ત્રીઓ સંતાન પ્રાપ્તિની પૂજા કરે છે.

આના થી વધારે માહિતી તમારી પાસે હોય તો અમને મોકલ્સો.

Comments (3)

 

  1. DEVDESAI says:

    VAAH GOGA VAAH TAME AAYA ANE AMNE AA JAGAT MA MAAN MALYU

    [Reply]

  2. AMIT DESAI RAYSINGPURA says:

    JAY WADI NATH NI JAY

    [Reply]

  3. Akash Rabari says:

    goga sarkar no jay jay kar

    [Reply]

Leave a Reply