માલધારી સમાજના આગેવાનો મુખ્યમંત્રીને મળશે
ગૌહત્યા પ્રતબિંધ કાયદાનો કડકાઇથી અમલ કરાવવા માટે માલધારી સમાજની માગણી સંદર્ભે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ શુક્રવારે સંત કનીરામજી મહારાજ અને સમાજના અગ્રણીઓને ઉપવાસ બાદ ગાંધીનગર બોલાવવાને મંત્રણા કરવાની ખાતરી આપતું લેખિત આમંત્રણ આપ્યું છે.
માલધારી સમાજના અગ્રણી અને પૂર્વ પંચાયતમંત્રી રણછોડભાઇ રબારી, કાંકરેજના ધારાસભ્ય બાબુભાઇ દેસાઇ તથા કોર્પોરેટર મહાદેવ દેસાઇ વગેરે આગેવાનોએ મુખ્યમંત્રીની સૂચનાથી શુક્રવારે દૂધરેજ જઇને કનીરામજી મહારાજની મુલાકાત લીધી હતી. ત્યારબાદ તેઓએ મુખ્યમંત્રીનું લેખિત આમંત્રણ તેમને સુપરત કયુંં હતું.
રાજ્યમાં ગૌહત્યા રોકવાના મામલે ગત ૧૪મી તારીખે માલધારી સમાજના અગ્રણીઓ તથા સંત કનીરામજી મહારાજની બેઠક યોજાઇ હતી. શનિવારે ૧૧ વાગ્યે માલધારી સમાજના ૧૫૦૦ જણા પરંપરાગત પહેરવેશમાં મુખ્યમંત્રીની મુલાકાત લઇ શુભેચ્છા પાઠવશે.
Comments (1)

jay gopal
[Reply]