રબારી સમાજના ડોક્ટર્સ એસોસિઅશનનું પ્રથમ સંમેલન

તારીખ ૧૨/૦૯/૨૦૧૦ ના રોજ સવારે ૦૯.૩૦ કલાકે હોટેલ કળશ – અમદાવાદ મુકામે રબારી સમાજના ડોક્ટર્સ એસોસિઅશનનું પ્રથમ સંમેલન યોજાયું. જેમાં અતિથિ વિશેષ તરીકે શ્રી લાલસિંહ પવાર (મેનેજીંગ ટ્રસ્ટી – રાયકા એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ) ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સંમેલનમાં રાયકા ડોક્ટર્સ એસોસિઅશનના વરિષ્ઠ ડોક્ટર્સ શ્રી ડો. મોતીભાઈ દેસાઈ (દીગડી), ડો. મહેન્દ્રભાઈ દેસાઈ (સાદરા), ડો. તુષારભાઈ દેસાઈ (પાટણ), ડો. કાનજીભાઈ રબારી (પાટણ), ડો. ઇલાબેન રબારી (પાટણ), ડો.અમિતભાઈ દેસાઈ (વિસનગર), ડો. પી. એલ. દેસાઈ (પાલનપુર), ડો. ભરતભાઈ દેસાઈ (માણસા), ડો. હિતેન્દ્રભાઈ દેસાઈ (અમદાવાદ), ડો.પંકજભાઈ દેસાઈ (અમદાવાદ) વગેરેએ હાજરી આપી હતી. આ ઉપરાંત શ્રી ગોવિંદભાઈ રબારી (તંત્રી શ્રી – ગોપાલબંધુ) પોતાના અત્યંત વ્યસ્ત કાર્યક્રમમાંથી પણ સમય ફાળવીને આયોજક સમિતિને પ્રેરણા બળ પૂરું પાડવા ઉપસ્થિત રહ્યા હતા.

સમારંભનો શુભારંભ ભારતીય સંસ્કૃતિની પરંપરા અનુસાર ગણેશસ્તુતિ સાથે થયો હતો. ત્યારબાદ ડો. હિતેન્દ્રભાઈ દેસાઈએ સ્વાગત પ્રવચન આપ્યું હતું. તેમણે રાયકા ડોક્ટર્સ એસોસિઅશન કેવી રીતે બનાવવામાં આવ્યું, માહિતી એકત્રીકરણ, તથા એસોસીએશનની ભવિષ્યની યોજનાઓ વિષે ટૂંકમાં માહિતી આપી હતી. ત્યારબાદ અતિથિ વિશેષ શ્રી લાલસિંહ પવારે એસોસિઅશનને ઉત્તરોત્તર પ્રગતિ કરવા અને સમાજને ઉપયોગી બની રહેવા શુભેચ્છા પાઠવી હતી. ત્યારબાદ મંચસ્થ મહાનુભાવો દ્વારા દીપ-પ્રાગટ્ય કરવામાં આવ્યું. ઉપસ્થિત સર્વે વરિષ્ઠ ડોક્ટર્સ દ્વારા શુભેચ્છા સંદેશ અને પ્રાસંગિક પ્રવચન અપાયું હતું. એસોસેશનના સૌથી વરિષ્ઠ ડોક્ટર શ્રી મોતીભાઈ દેસાઈએ પોતાના બહોળા અનુભવોના આધારે એસોસીએશનને સુયોજિત રીતે કાર્યાન્વિત કેવી રીતે કરવું તે અંગે માર્ગદર્શન આપ્યું હતું. તેઓ દ્વારા સાયન્ટીફિક ઓરિએન્ટેશન, સેમિનાર્સ, ડિસ્કશન, સ્પોન્સરશીપ વગેરે મુદ્દાઓ પર ખાસ ભાર મુકાયો હતો અને એસોસીએશનને રૂ. ૧૧,૦૦૦/- નું દાન આપી પ્રેરણા બળ પૂરું પાડવામાં આવ્યું હતું. એસોસીએશનની ભવિષ્યની તમામ યોજનાઓ અંગે મદદ અને માર્ગદર્શન આપવાની પણ તેમણે ખાતરી આપી હતી. ડો. મહેન્દ્રભાઈ દેસાઈ, કે જેઓ લાંબા સમયથી ઇન્ડિયન મેડીકલ એસોસીએશનના ઉચ્ચ હોદ્દાઓ પર સેવાઓ આપે છે, તેમણે પણ માર્ગદર્શન અને પ્રેરણાબળ પૂરું પાડ્યું હતું. ડો. તુષારભાઈ દેસાઈ તથા ડો. કાનજીભાઈ રબારીએ પણ પ્રાસંગિક પ્રવચનો તથા આશીર્વચન પાઠવ્યા હતા. ડો. અમિતભાઈ દેસાઈ અને ડો. પી. એલ. દેસાઈએ ખાનગી પ્રેકટીસમાં પડતી મુશ્કેલીઓ અને તેના નિવારણ માટેના માર્ગ પોતાના અનુભવોના આધારે જણાવ્યા.

ત્યારબાદ ઉપસ્થિત સર્વે વરિષ્ઠ ડોક્ટર્સ ની હાજરીમાં સર્વાનુમતે ડો. હિતેન્દ્ર દેસાઈને રાયકા ડોક્ટર્સ એસોસીએશનના પ્રથમ પ્રેસિડેન્ટ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. અને આગળનો કાર્યભાર સોંપવામાં આવ્યો. ડો. હિતેન્દ્ર દેસાઈએ એસોસીએશનના મુખ્ય એજન્ડા અને ભવિષ્યની ગતિવિધિઓ જણાવી. જે મુખ્યત્વે નીચે પ્રમાણે છે.
• રબારી સમાજમાં સ્વાથ્ય અંગે જાગૃતિ (હેલ્થ અવેરનેસ) લાવવી.
• ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં મેડીકલ કેમ્પ યોજવા.
• વિવિધ તબીબી વિદ્યાશાખાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ, ડોક્ટર્સ, તેમજ સમસ્ત રબારી સમાજ માટે મેડીકલ હેલ્પલાઈન શરુ કરવી.
• રબારી સમાજના તમામ તબીબો અને વિદ્યાર્થીમિત્રો વચ્ચે પરિચય-સેતુ બંધાઈ રહે તે માટે સોવેનીયર અને ટેલીફોન ડિરેક્ટરી બનાવવી.
• દર વરસે મેડીકલ વિદ્યાશાખામાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓનું સન્માન કરવું.
• ડોક્ટર્સ તથા વિદ્યાર્થીઓ માટે સાયન્ટીફિક સેશન્સ અને સેમિનાર્સ યોજવા.
• નબળી આર્થિક પરિસ્થિતિ વાળા હોશિયાર વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓને સ્કોલરશીપ પૂરી પાડવી.
સમારંભના અંતમાં ડો. પંકજ દેસાઈએ ઉપસ્થિત સર્વે મહાનુભાવો, એસોસીએશનની આયોજક ટીમ તથા હાજર રહેલા તમામ વિદ્યાર્થીઓનો અભાર માનીને આભારવિધિ સંપન્ન કરી હતી તથા એસોસીએશન ઉત્તરોત્તર પ્રગતિ કરીને સમાજને ઉપયોગી બની રહે તેવી શુભેચ્છાઓ પાઠવી.

આ સાથે સમસ્ત રબારી સમાજના લગભગ ૧૫૦ તબીબો ( સ્પેશીયાલીસ્ટ – ૧૮, MBBS – ૬૯, BDS – ૧૭, આયુર્વેદિક – ૧૭, હોમીઓપેથીક – ૨૭, ફીઝીયોથેરાપીસ્ટ – ૦૭) સાથેનો રાયકા ડોક્ટર્સ એસોસિએશનના નિર્માણનો સમારંભ સુયોજિત રીતે સંપન્ન થયો.
Official RDA logo 905x1024 રબારી સમાજના ડોક્ટર્સ એસોસિઅશનનું પ્રથમ સંમેલન

Photo No. 1 રબારી સમાજના ડોક્ટર્સ એસોસિઅશનનું પ્રથમ સંમેલન

મંચસ્થ મહાનુભાવો — ડાબેથી – ડો. અમિતભાઈ દેસાઈ, ડો. મહેન્દ્રભાઈ દેસાઈ, શ્રી લાલસિંહ પવાર, ડો. મોતીભાઈ દેસાઈ, ડો. તુષારભાઈ દેસાઈ, ડો. કાનજીભાઈ રબારી તથા ડો. પી. એલ. દેસાઈ

Photo No.2 રબારી સમાજના ડોક્ટર્સ એસોસિઅશનનું પ્રથમ સંમેલન

-:દીપ પ્રાગટ્ય:-

Photo No. 4 રબારી સમાજના ડોક્ટર્સ એસોસિઅશનનું પ્રથમ સંમેલન

Photo No. 3 રબારી સમાજના ડોક્ટર્સ એસોસિઅશનનું પ્રથમ સંમેલન

-:ઉપસ્થિત તબીબી મિત્રો:-

ખાસ નોંધ.: – રાયકા ડોક્ટર્સ એસોસિએશનમાં જે પણ તબીબી મિત્રો કે વિદ્યાર્થી મિત્રોનું રજીસ્ટ્રેશન બાકી હોય તેમણે તાત્કાલિક ધોરણે નીચેના પૈકી કોઈ પણ વ્યક્તિનો સંપર્ક કરવો.

ડો. હિતેન્દ્રભાઈ દેસાઈ – 9979889800
ડો.પંકજભાઈ દેસાઈ – 9879082675
ડો. રાજેશ દેસાઈ – 9925193399

26229 350539394444 679604444 3416445 6093529 n રબારી સમાજના ડોક્ટર્સ એસોસિઅશનનું પ્રથમ સંમેલન

ખુબ ખુબ આભાર ડો. રાજેશ દેસાઈ નો કે જેમને અમને આ માહિતી મોકલી આપી

Comments (7)

 

  1. saras mahiti ! hu pharmasict chhu samaj layak kaam hoy to janavsho. aa association ma amaro samavesh thay to gamashe

    [Reply]

  2. vaghu desai says:

    thanku vere much

    [Reply]

  3. shailesh rabari says:

    samaj pragati kare avi mari subh kamna che.

    [Reply]

  4. saras mahiti !
    hu મેડીકલ હેલ્પ samaj layak kaam hoy to janavsho.

    MY DO’TR IS’A NARSIG – 2YER , A’BAD

    FROM
    RAJU.R.RABARI
    TO.VISHRAMPURA
    TA. PETLAD
    DI. ANAND

    MO. 9228595434

    JOB- SHCHIVALY, GANDHINAGAR

    [Reply]

  5. bijal rabari says:

    hello a bahu jsaras kam samj mate kryu se ane haju a labh apna samjana sevadana manvi sudhi pahochdavavano se.
    samajna kary mate jarur pade jarur kaheva vinti se.

    RABARI BIJAL HIRABHAI MO.-9427674111 IMEL ID- BIJOL.RABARI@GMAIL.COM
    AT-SANAVAD
    TA-KALOL
    DIST-GANDHINAGAR
    GUJARAT,INDIA

    [Reply]

  6. dipak dewasi says:

    thank you 09673546589

    [Reply]

  7. naran rabari says:

    rajubhai jay mataji raju tarati

    [Reply]

Leave a Reply