રબારી સમાજનું પવિત્ર ધામ દુધઈ વડવાળા મંદિર
દૂધઈ એ મુળી (જી.સુરેન્દ્રનગર) થી ૧૮ કિમી (સરા રોડ ઉપર), રબારી સમાજનું પાંચાળ પ્રદેશમાં આવેલુ નું સુંદર અને પવિત્ર ધામ છે.
આ આશ્રમની સ્થાપના દૂધરેજ વડવાળા મંદિરના મહંત શ્રી ઓધવદાસજી એ વિક્રમ સંવત ૧૮૯૭ (ઈ.સ.૧૮૪૧)માં કરી હતી.
દૂધરેજ વડવાળા મંદિરના મહંત શ્રી ઓધવદાસજી એ ધર્મના પ્રચાર માટે ૧૮ સાધુ, સંતો સાથે દૂધરેજથી પ્રયાણ કરી મૂળી પાસેના દૂધઈ ગામે સંવત ૧૮૯૭માં આશ્રમનો પાયો નાખ્યો.
દૂધઈ એ મુળીથી ૧૮ કિમી (સરા રોડ ઉપર) આવેલું પાંચાળ પ્રદેશ નું સુંદર અને પવિત્ર ધામ છે.
ત્રણ શિખરવાળા ૫૬ ફૂટ ઉંચા કોતરણીયુક્ત મંદિરની શિલાન્યાસ વિધિ સંવંત ૨૦૦૩માં થઈ હતી અને નવ વર્ષના બાંધકામ બાદ સં.૨૦૧૨ માં તે પૂર્ણ થયું હતું. આ મંદિરનું સર્જન ધ્રાંગધ્રાના વતની અને અગ્રીમ પંક્તિના મંદિર નિર્માતા છગનલાલ રેવાશંકર સોમપુરાના માર્ગદર્શ નીચે થયુ છે. મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે યોજાયેલા મેળાવડાનું સંચાલન પાળિયાદના ગાદિપતિ સ્વ.ઉનડબાપુએ સંભાળ્યુ હતું.
મંદિરના મુખ્ય દેવ રામ, લક્ષ્મણ,જાનકી છે. એ સિવાય રાધા કૃષ્ણ, શિવજી અને મેઘસ્વામીની પૂજા થાય છે.
આ જગ્યામાં વિશાળ અન્નક્ષેત્ર અને અતિથિગૃહ આવેલા છે. ગિર ઔલાદની ઉત્તમ ગાયો સહિત અનેક પશુઓ સ્થાનક પાસે છે.
દૂધઈ ગામની ઉત્તરદિશાએ પૂર્વ મહંત શ્રી મેઘસ્વામીએ પોતાના અને સાધુસંતોના શ્રમયજ્ઞથી બનાવેલુ તળાવ “મેઘતલાવડી” આવેલી છે. ગામની આથમણી દિશાએ બ્રાહ્મણી નદીના કાંઠે તેમણે ગાળેલો મીઠા પાણીનો વોરડો છે જ્યા પાછળથી ભાવિકોએ બાજુમાં કુંડ બનાવી શિવાલય બંધાવ્યું જેનુ નામ “મેઘેશ્વર મહાદેવ” રાખ્યુ છે.

