રબારી સમાજનું પવિત્ર ધામ દુધરેજ વડવાળા મંદિર

સુરેન્દ્રનગર થી પાંચેક કિલોમીટર દૂધરેજ નામનુ ગામ આવેલું છે. આ દૂધરેજ ગામમાં શ્રીમદ્ શંકરાચાર્યની પરંપરામાં ૨૧ માં શિષ્ય શ્રી નીલકંઠસ્વામીની પ્રેરણાથી અને તેઓશ્રીના શુભ આશીર્વાદથી શ્રીરામીય વૈષ્ણુના ધર્મધામ સમુ શ્રી વટપતિ (વડવાળા દેવ) ભગવાનનું આશ્રમ સ્થાન આવેલું છે.

આરાધ્યદેવ અયોધ્યાપતિ ભગવાન શ્રી રામચંદ્રજી છે અને તે શ્રી વટપતિ કે “વડવાળા” નામે સમગ્ર ગુજરાતમાં તેમજ ગુજરાત બહાર જાણીતા છે.

Dudhrej mandir 300x205 રબારી સમાજનું પવિત્ર ધામ દુધરેજ વડવાળા મંદિર

 

સૌરાષ્ટ્ર ભૂમિ સંત, શૂરા અને સતીઓની ભૂમિ ગણાય છે. તેમાંય તેનો પંચાળ પ્રદેશ જે પાછળથી સામાન્યતઃ ઝાલાવાડ તરીકે ઓળખાય છે અને હાલ જે સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલો છે તે પ્રદેશ દેવભૂમિ ગણાતો. પશ્ર્વિમ ભારતમાં આવેલા આ પ્રદેશમાં પ્રાચીન વર્ધમાનપુરી તરીકે જાણીતું વઢવાણનગર આવેલું છે. આ વઢવાણ સમયના વહેણ સાથે ઘસાતું ગયું અને અત્યારે તાલુકા મથક તરીકે જાણીતું છે.

સુરેન્દ્રનગર જીલ્લાના વઢવાણ તાલુકામાં સુરેન્દ્રનગર ગામથી પાંચેક કિલોમીટર દુર ઉત્તર દિશામાં ધ્રાંગધ્રા જવાના રસ્તા ઉપર દૂધરેજ નામનું ગામ આવેલું છે. આ દૂધરેજ ગામમાં શ્રીમદ્ શંકરાચાર્યની પરંપરામાં ૨૧ માં શિષ્ય શ્રી નીલકંઠસ્વામીની પ્રેરણાથી અને તેઓશ્રીના શુભ આશીર્વાદથી શ્રીરામીય વૈષ્ણુના ધર્મધામ સમુ શ્રી વટપતિ (વડવાળા દેવ) ભગવાનનું આશ્રમ સ્થાન આવેલું છે. તેમના આરાધ્યદેવ અયોધ્યાપતિ ભગવાન શ્રી રામચંદ્રજી છે અને તે શ્રી વટપતિ કે વડવાળા નામે સમગ્ર ગુજરાતમાં તેમજ ગુજરાત બહાર જાણીતા છે.

મહાવદગિરિ માંથી જન્મ પામેલી ઉન્મત્ત ગંગા કે ઉમાગંગા (હાલની ઉમઈ નદી) ના કિનારે આ સુંદર સ્થાન આવેલ છે. નજીકમાં જ આશ્રમને અડીને સુંદર સરોવર આવેલ છે જેને પયઃસર કે દૂગ્ધસર કહે છે. આશ્રમની શોભા આથી તેમજ તેના કિનારા ઉપર આવેલા વૃક્ષોથી ઘણી વધી છે.

આશ્રમ વિશાળ પટાંગણથી અને તેમાં આવેલા વટવૃક્ષ નયનમનોહર મંદિર શ્રેણીથી શોભે છે. આશ્રમની પૂર્વ અને દક્ષિણ એમ બે બાજુએ મોટા મોટા દરવાજા છે. પટાંગણની મધ્યમાં શિલ્પકલાની અત્યંત કમનીય કલાકારીગીરીના ધામ સમુ ભગવાન શ્રી વટપતી (શ્રી રામ)નું ભવ્ય મંદિર શોભી રહ્યું છે. એનો પથ્થર બેનમૂન કલાકારીગીરીથી જોનારને પકડી રાખે એવો કલા-સમૃધ્ધ છે. આ મંદિરનું બાંધકામ અને અન્ય સુશોભન આશ્ર્વર્યચકિત કર્યા વિના રહેતા નથી.

 

Comments (5)

 

  1. Jayram T Desai says:

    u are great for open the Rabari samaj web side. and also provided knowledge for Rabari samaj.
    Thanking you.
    J.T.desai

    [Reply]

    Mohan Desai Reply:

    You are Welcome that You liked our Site… thank you so much for the Comment..

    [Reply]

  2. pocha bhai rajput says:

    jai vadwalani krupa……..

    [Reply]

  3. bhima rabari says:

    its a great way to express our culture and the importance of the rabari samaj in whole world jay vadvala………

    [Reply]

  4. bhima rabari says:

    its a great way to express our culture and the importance of the rabari samaj in the world….. jay vadavala…..

    [Reply]

Leave a Reply