સિંધી સમાજના જાનૈયા, બ્રહ્નસમાજ બન્યો કન્યાપક્ષ અને રબારી સમાજનું મામેરુ
વિસનગરમાંમહંતશ્રી ૧૦૮શ્રી ઉદયરામજી મહારાજ નિવૉણ શતાબ્દી મહોત્સવ અંતર્ગત શ્રીમદ્ ભાગવત કથાનું આયોજન કરાયું છે જેમાં સોમવારે ઋક્ષ્મણી વિવાહ યોજાયા હતા. આ વિવાહની વિશેષતા એ હતી તે કન્યા પક્ષે બ્રહ્નસમાજ, વર પક્ષના યજમાનપદે સિંધી સમાજ અને રબારી સમાજ દ્વારા મામેરૂ ભરવામાં આવ્યું હતું.
વિસનગરની આદર્શ હાઇસ્કુલ ખાતે બનાવાયેલ ગોકુલધામ ખાતે પ.પૂ. ૧૦૮ શ્રી ઉદયરામજી મહારાજ નિવૉણ શતાબ્દી મહોત્સવનો ગત સોમવારથી શુભારંભ થયો છે. જેમાં સપ્તાહ બાદ સોમવારના રોજ રૂક્ષ્મણી વિવાહ પ્રસંગ યોજવામાં આવ્યો હતો. આ વિવાહ પ્રસંગમાં રબારી સમાજમાંથી સ્વ. બજિોલભાઇ દેવરાજભાઇ પરિવાર દ્વારા મામેરૂ ભરવામાં આવ્યું હતું.
આ વિવાહમાં વર પક્ષ દ્વારા સિંધી સમાજ જ્યારે કન્યાપક્ષમાં સ્વ. પ્રવિણચંદ્ર રેવાશંકર વ્યાસ પરિવાર ઉપસ્થિત રહ્યો હતો. આ વિવાહ પ્રસંગને માણવા મોટી સંખ્યામાં નગરના દરેક સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત સપ્તાહ નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જ્યારે મંગળવારના રોજ દગાવાડીયા સમસ્ત ચૌધરી સમાજ દ્વારા ભંડારાનું અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું.
Comments (2)

JAY JODH BAHUCHAR JAY GOGA
20NAGAR NA SAMAST RABARI BHAI O NE KANU VITHLAPUR NA RAM RAM. TULSI VIVAH JEVA KARYO MA ANYA SAMAJ SATHE SUMEL NA SABAND BANAVI SAMAJ NI PRATISTHA VADHARO AVI SHRI VADWALA DEV SHRI VALINATH MAHARAJ APNE SAKTI APE AVI PRATHNA. SARAS KHUB SARAS JOB. MAMERA NA DATA NE KOTI KOTI VANDAN.
JAY VALINATH JAY VADWALA JAY SAMJ.
[Reply]
JAY VALI VIHOTAR
[Reply]