રબારી સમાજ નું ગાન સરજુ અને રેઝી-રેડી
સરજુ અને રેઝી-રેડી
ગુજરાતના છંદ-સ્ત્રોત ગણના કુલ પાંચ પ્રકારો છે. તેમાં સરજુ અને રેઝી-રેડીનો પણ સમાવેશ થયેલો છે. સૌરાષ્ટ્રના સુતાર અને સોરઠીયા ભોપા રબારીઓ દ્વારા માતૃસ્ત્રોતોનો સરજુગાનનો લાક્ષણિક પ્રકાર છે. ગુજરાતના મુખ્યત્વે પાટણવાડિયા રબારીઓ દ્વારા ગવાતો માતૃસ્તવનનો રેઝી,રેડી કે રેલીનો પ્રકાર સરજુગાન જેવો વિશિષ્ટ પણ ભિન્ન છે. વાળીનાથની રેઝી પણ ગવાય છે.
- સરજુગાન :
સૌરાષ્ટ્રના ઈ.સ. ૯૬૨ માં અવસાન પામેલા વૈશ્યસુતાર ભક્ત કવિ જાલણે માનસરોવરમાં રહી ચર્યાપદના વિશિષ્ટ શૈલીના ગાનની પધ્તી આત્મસાત કરી અને સાંગાવાડા ડેરીમાં મંમાય માતાના મઢની સ્થાપના કરી વૈશ્યસુતાર અને રબારી જાતિજ્ઞાતિના ભક્તોને સરજુગાન શીખવ્યું. પોરબંદર, જુનાગઢ અને દ્વારકામાં આજે પણ ચોરવાડ, સીડોકર, લોજ, બળેજ, ઓડદર, સાંગાવાડા, ડેરી વગેરે સ્થળના મંમાય માતા ના નવરાત્રીમાં શૈલેણ/ છેલણ, કળશ અને પુંજ જેવી મુખ્ય વિધિઓમાં આજે પણ સરજુ ગવાય છે.
ગાન માટેની રચના દુહા, ચોપાય કે બીજા કોઈપણ છંદમાં, દેશીમાં હોય તેને જ ઊંચા સ્વરે સા રે ગ ય ધ સાં ઓડવજાતિના ગાનમાં આંદોલિત સ્વરમાં ઝાંઝ(જૂત)-પીપુડી(શરણાય) સાથે ગવાય છે. મોટાભાગના શબ્દોમાં અક્ષરોની વયમાં હોહો હે ભરવામાં આવે છે. એથી એ પંથનો ન હોય એવો શ્રોતા એના પથના શબ્દો પકડી શકતો નથી અને પાઠ ગુપ્ત રહે છે. સોરઠીયા રબારી માં શુદ્ધ ગાંધારનો અને દ્વારકાપંથના ભોપા રબારીઓમાં કોમળ ગોધારનો પ્રયોગ છે. મૌખિત કે લેખિત પથને ગુપ્ત રાખવાની ચર્યાપદની મુખ્ય બે પધ્તી છે. હસ્તપ્રતમાં નકામા શબ્દોને ગાન ઉમેરવાની અને ગાનમાં બે અક્ષરોની વચ્ચે વચ્ચે વધારાના સ્વરો ભરવાની. સરજુમાં આ બીજી પધ્તી છે. સામગાનમાં પણ વચ્ચે વધારાના સ્વરો ભરવામાં આવે છે અને સાંભળનાર કયો મંત્ર ગવાય છે તે પારખી શકતો નથી. સરજુ અને સામગાનમાં કેટલુક ધ્વનીગત સામ્ય પણ છે, પરંતુ બંને વચ્ચેના જન્ય જનક વા અન્ય અનુબંધ નિશ્ચિત કરવો મુશ્કેલ છે. સ્ત્રોતગાન તરીકે ગુજરાતનો આ પ્રકાર હજાર વર્ષની પરંપરા ધરાવતો અદિતીય અને પ્રભાવક છે.
ગાનની આંદોલિત સ્વરોની સહાયે થતી મનોશારીરિક અસરની દ્રષ્ટિએ સરજુની વિશેષ નિકટ રેઝી છે. પાટણવાડિયા રબારી અને ખેડબ્રહ્માનાં આદિવાસીઓ ની રેઝી પણ સાંભળનારના રુંવાડા ખડા કરી દે છે. રબારીઓ માતૃસ્તવન જેમ વાળીનાથની પણ રેઝી ગાય છે.
Comments (4)

likes this…..
[Reply]
paresh bhai photo dhano saro chee, kya gaam na rabari bhaio chee ??? haji pan jyare kadiyu & suyani ma galal lagiyo hoy ane ek tada ma badha sardu bolata hoy tevo photo hoy to vadhare saro lage.
[Reply]
I like thish!!
[Reply]
chirag maguna Reply:
December 24th, 2011 at 10:29 am
ram..ram..jay goga
[Reply]