રબારી સમાજ રાજકીય ઉપેક્ષા સામે સંગઠ્ઠીત થાય
માંગરોળ તાલુકામાં વસતા રબારી સમાજની રાજકીય ક્ષેત્રે થઈ રહેલી ઉપેક્ષા અંગે છ જેટલા એડવોકેટોએ રબારી જાગો ટિકિટ માંગો પત્રિકા અંતર્ગત તાલુકામાં વસતા ૧પ,૦૦૦ જેટલા રબારી લોકોને સંગઠીત થવા હાંકલ કરી છે. આગામી સમયમાં યોજાનારી તાલુકા તેમજ જિલ્લા પંચાયતની બેઠકોમાં પ્રતિનિધિત્વ મળી રહે તે માટે સમાજનાં રાજકીય આગેવાનોને એક મંચ નીચે આવવા અપીલ કરી છે.
મતદારોની દ્રષ્ટીએ માંગરોળ તાલુકામાં કોળી અને હરિજન સમાજ બાદ ત્રીજા ક્રમે રબારી સમાજ આવે છે. ચૂંટણી સમયે અન્ય સમાજને યોગ્ય પ્રતિનિધિત્વ મળે તે માટે પૂરતી કાળજી રાખવામાં આવે છે. પરંતુ રબારી સમાજની કોઈ જ નોંધ ન લેવાતી હોય તે શરમજનક બાબત હોવાનું જણાવાયું છે.
રબારી સમાજનું રાજકીય પ્રભુત્વ ખૂબ જ સિમિત છે. માત્ર ગ્રામ પંચાયતોમાં સરપંચ, ઉપસરપંચ કે સભ્યો તરીકે આ સમાજનાં લોકો આપબળે આગળ આવ્યા છે. રાજકીયપક્ષોએ મેલી રમતથી તેઓને વધુ આગળ આવવા દીધા ન હોવાના પણ આક્ષેપ કરાયો છે.વધુમાં દરેક પક્ષને રબારી સમાજના ખભા પર બેસવું સારૃ લાગે છે. પરંતુ ટિકિટ આપી આ સમાજને ખભે બેસાડવો કોઈ પક્ષ ઈચ્છતો નથી. તે માટે કાવાદાવા પણ થતા હોવાનો આક્ષેપ કરાયો છે.
રબારી સમાજના સંગઠનની હિલચાલ બાદ આગામી દિવસોમાં સમાજની તાકાતને તોડવા એક કાંકરે બે પક્ષી મારવાની મેલી રમત રમાઈ તેવી પણ શકયતા વ્યકત કરવામાં આવી છે. જી.પં.ની બેઠકની ટિકીટ કોઈ એક પક્ષ દ્વારા રબારી સમાજના અગ્રણીને આપવામાં આવે તો વિરૃધ્ધ પક્ષ દ્વારા સમાજના જ અન્ય કોઈ આગેવાનને ઉમેદવાર બનાવી સમાજના ભાગલા પડાવવાની દહેશત વ્યકત કરાઈ છે. જો આમ બનશે તો રબારી સમાજ હતો ત્યાંને ત્યાં જ પહોંચી જશે એમ જણાવાયું છે. જિલ્લા પંચાયતની ૪ તેમજ તાલુકા પંચાયતની ૧૯ બેઠકોમાં રબારી સમાજને પ્રતિનિધિત્વ મળે તે હેતુથી સમાજના આગેવાનોને એક મંચ હેઠળ લાવવા એડવોકેટ એલ.એસ. ગળચર, આર.બી.કોડીયાતર, કે.એમ.ચાવડા, રાજેશ ગળચર, અમિત ગળચર અને જગદીશ ગળચરે પ્રયાસો હાથ ધર્યા છે.
Comments (4)

Very nice job mohanbhai..
[Reply]
i love Rabari samaj
jay Goga
[Reply]
rabari ramaj rajkaran ma pan pragati kare to te samaj ne faido j che
sahu sathe mali ne sangthit thay a kharekhar sari baabt che……
jay goga
jay wadwala
From : Sagar Rabari
Peplu – deesa
Mo : +91 9377598587
[Reply]
jai vadavaladev rabari samaj ma edu.ni jarur 6e amuk kurivaj je 6e temathi bahar aavu joie tamaru kary saras 6e amne samaj ni najik rakhava mate thanks
[Reply]