હવે તો રબારીઓ જાગો : શાહીબાગમાંથી ચાર ટન ગૌમાંસ સાથે બેની ધરપકડ
ગૌહત્યા મુદ્દે રાજ્યભરમાં ફાટી નીકળેલા ગૌહત્યા રોકો આંદોલનને લઈને નરેન્દ્ર મોદીની ભાજપ સરકાર કોઈ ચોક્કસ પગલાં ભરતી નથી તેવી લાગણી છે. બીજી તરફ રાજ્ય પોલીસ મહાનિદેશકે પરિપત્ર જારી કરી પર્યુષણમાં ગૌહત્યા અટકાવવા કતલખાના બંધ રાખવા ફરમાન પણ કર્યું છે. છતાં કસાઇઓ જાણે બેખોફ હોય એમ શહેરમાંથી રોજેરોજ ટનબંધ ગૌમાંસ ઝડપાઈ રહ્યું છે. આજે વહેલી સવારે ગૌરક્ષકોએ શાહીબાગમાંથી ચાર ટન ગૌમાંસ ભરેલો ટેમ્પો ઝડપી પાડયો હતો. ટેમ્પામાં ગૌમાંસ ભરેલું જોઇને ઉશ્કેરાયેલા લોકોએ ડ્રાઇવર અને ક્લિનરને માર મારી શાહીબાગ પોલીસના હવાલે કર્યા હતા. આ માંસ સિદ્ધપુરથી આવતું હતું અને તે અમદાવાદના મિરઝાપુર મટન માર્કેટમાં લઈ જતું હોવાનું પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે.
- ગાડીના ડ્રાઈવર અને ક્લિનરની લોકોએ જાહેરમાં ધોલાઈ કરી
- સિદ્ધપુરથી લવાયેલું ગૌમાંસ મિરઝાપુર મટન માર્કેટમાં લઈ જવાતું હતું
આજે વહેલી સવારે ચારેક વાગ્યે બાતમીના આધારે હિંદુ ગૌરક્ષા દળ અને વિશ્વ હિંદુ પરિષદના જ્વલિત મહેતા, અશોક શર્મા અને પરેશ હેગડે સહિતના કાર્યકરોએ શાહીબાગમાંથી પૂરપાટ પસાર થતાં ટેમ્પાનો ફિલ્મી ઢબે પીછો કરીને ઝડપી પાડયો હતો. કાર્યકરોએ ટેમ્પા પર લગાવેલી તાડપત્રી ઊંચી કરી તપાસ કરતા તેમાંથી આશરે ચાર ટન ગૌમાંસનો જથ્થો મળી આવ્યો હતો. આ દરમિયાન એકત્રિત થઇ ગયેલું ટોળું પણ ગૌમાંસ જોતા ઉશ્કેરાયું હતું અને ડ્રાઇવર મહંમદ યાકુબ મહંમદ યુસુફ શેખ (રહે. શાહઆલમ) અને ક્લિનર મહંમદ રાજા મહંમદશાબીર શેખ (રહે. ગોલ્ડન ટોકિઝ પાછળ, વટવા)ને માર મારી અધમૂઆ કરી નાંખ્યા હતા. જોકે કાર્યકરોએ શાહીબાગ પોલીસને જાણ કરતા પોલીસે તેમની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસે તપાસ કરતા ટેમ્પામાંથી ગૌમાંસ સહિત કુહાડી, છરા સહિતનાં ઘાતક હથિયારો મળી આવ્યાં હતાં.
૨૬ વાછરડાંની કતલ છતાં પોલીસ ન ફરકી !
અમદાવાદ : આજે વહેલી સવારે ૨૬ જેટલાં વાછરડાં ભરેલો આઇશર ટેમ્પો મિરઝાપુર મટન માર્કેટમાં લઈ જવાઈ હોવાનું ગૌરક્ષકોએ જોતાં તેમણે ગૌવંશને બચાવવા માટે પોલીસને ત્રણ વાર કંટ્રોલ મેસેજ કર્યો હતો. આમ છતાં મોડે સુધી પોલીસ ફરકી ન હતી. ગૌરક્ષકોએ પોલીસને ટેમ્પાનો નંબર પણ આપ્યો હતો પરંતુ પોલીસ માત્ર મિરઝાપુરના નાકા સુધી જ ગઈ હતી અને આવી કોઈ ઘટના બની જ નથી તેવું રટણ કરી કોઈ નક્કર કાર્યવાહી કરી ન હતી. ગૌરક્ષકોના જણાવ્યા મુજબ જીજે.૧- ૪૪૩૪ નંબરનો ટેમ્પો ૨૬ જેટલાં વાછરડાં લઈ મિરઝાપુર ગયો હતો.
(via)
Comments (7)

GAY NI HATYA THAY A BARABAR NATHI DAREK GOPALAK NE AVISHE VICHARVU PADE ANE SACHI VAT KAHUTO GAY TO DAREK HINDU NI PUJNIY CHE TO FAKT APNO SAMAJ NE J KEM AGAL KARVAMA AVECHE ANI PACHAL SAMAJNE BADNAM KARVANU ANE SAMAJ NE BALINO BAKRO BANAVAMA AVE A PAN VICHARVA JEVU KHARU
ANE ANO VIRODH KARIYETO PAN MODI KE CONGRESS KYA AVE HAKIKAT MA KATALKHANA NU OPNING GUJRATMA ANE INDIA MA INDIRA GANDHI NA HASTE THAYEL AVU ME KYAK JANEL CHE
SHERTHA FUNCTION THAYU ANE AMA JE LECTUR THAYA EMA A SAMJAYU NAHI KE A FUNCTION GAY BACHAVVANU CHE KE MODI NI SAME CHE KHER GAME TE HOY PAN SAMAJ MAND NAVI DISHA TARAF CHE ANE A BARABAR NATHI
GUJRAT LEVLE EK KAMITI BANE ANE DAREK SAMAJMA THI MANAS AVE ONLY APNO SAMAJ NE AGAL KARVAMA AVETE BARABAR NATHI DHAN SAMACHAR MADHYAMO PAN APNA SAMAJ NA VIRODHI CHE ANE A MOKANO FAYDO UTHAVE CHE — THIS IS MY OPINION
[Reply]
Mohan Desai Reply:
December 18th, 2011 at 2:58 am
We appericate your Comment… Bija pan ghana samaj che je Go bachavo abhayan chalave che jya Sudhe mane yaad che tya sudhe Mumbai maa Ek mote Commty che jain loko ne je aa vishya par kaam kare che. ane aapno samaj aatlu saru kaam kare e vaat aapna maate bahu mote Kevaay…
[Reply]
jay vadwala jay goga jay mataji
[Reply]
gau hatya atkavva darek rayka ae jagrut thavu padse gokul desai BHILOT RADHANPUR PATAN 9913932595
[Reply]
gau hatya atkavva darek rayka ae jagrut thavu padse viram desai
[Reply]
apne rabari samajne sune sathe maline gau hatya atkavva andolan karine gujrat sarkarne narendra modiji ne sandesh apvo joiae @@@@@@@@@@@@@rabari andolankaro gaumata bacho@@@@@@@@@@
[Reply]
gay bachavo abhyan ma seva karvi che
[Reply]