ગુજરાત ગોપાલક વિકાસ નિગમ ની યોજનાઓ
સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોમાં સમાવિષ્ટ જ્ઞાતિઓ પૈકી વારસાગત વ્યવસાય મુજબ પશુ ઉછેર, તેમની દેખભાળ, દૂધ વેચવાનો ધંધો જેવા પરંપરાગત વ્યવસાયને કારણે વર્ષોથી અવિકસીત રહેલા રબારી તથા ભરવાડ જાતિ ના લોકો નો વિકાસ થઈ શકે અને અન્ય જાતિઓની હરોળમાં આવી શકે તે માટે રાજય સરકારના સમાજ કલ્યાણ વિભાગના ઠરાવ ક્રમાંક : સશપ/૧૪૮૯/૧૬૬ર/અ, તા.૧૩/૦ર/૧૯૯૦થી રબારી-ભરવાડ જ્ઞાતિના સામાજીક અને શૈક્ષણિક ઉત્કર્ષ માટે ગુજરાત ગોપાલક વિકાસ બોર્ડની રચના કરવામાં આવેલ છે.
આમ છતાં સરકારનો આ હેતુ સિઘ્ધ કરવા વધુ સરળતા રહે અને રબારી-ભરવાડ જેવી કોમોના આર્થિક ઉત્કર્ષ માટે જરૂર જણાયે વધુ નવી યોજનાઓ કાર્યાન્વિત કરી શકાય અને પશુપાલન ઉપર નિભાવ કરતી આ કોમો જયારે પરિવર્તનની પ્રક્રિયામાંથી પસાર થઈ રહી છે ત્યારે તેમના સામાજીક ઉપરાંત શૈક્ષણિક અને આર્થિક ઉત્કર્ષ માટે પછાત વર્ગોના રાષ્ટ્રીય નિગમ પાસેથી સીધી સહાય મેળવી શકાય તે આશયથી હાલના ગુજરાત ગોપાલક વિકાસ બોર્ડને નિગમમાં રૂપાંતર કરવા સરકારશ્રીના સામાજીક ન્યાય અને અધિકારીતા વિભાગ, સચિવાલય, ગાંધીનગરના ઠરાવ ક્રમાંક : સશપ/૧૪૯૩/૧પ૩/૯પ/અ-૧, તા.૧૦/૦૮/ર૦૦૦થી ઠરાવ કરવામાં આવેલ અને ગુજરાત ગોપાલક વિકાસ નિગમ લિ. તા.૦૧/૦૬/ર૦૦૧થી કાર્યાન્વિત કરવામાં આવેલ છે.
શૈક્ષણિક લોન યોજના:
સ્નાતક અને અનુસ્નાતક કક્ષાનાં નીચેના વ્યવસાયિક / તાંત્રિક શિક્ષણ માટે લોન આપવામાં આવશે:
- એમ.બી.એ અથવા તેની સમકક્ષ ( માન્ય )
- એમ.સી.એ. અથવા તેની સમકક્ષ ( માન્ય )
- સ્નાતક કક્ષાનાં ઈજનેરી અભ્યાસક્રમો( માન્ય )
- તબીબી શિક્ષણ સંબંધી આયુર્વેદિક, હોમિયોપેથીક, યુનાની.
- નેશનલ કાઉન્સીલ ઓફ હોટલ મેનેજમેન્ટ દ્વારા માન્ય ડીગ્રી / ડીપ્લોમાં.
લોનની રકમમાં નીચેના ખર્ચનો સમાવેશ થશે:
- પ્રવેશ ફી અને ટ્યુશન ફી.
- અભ્યાસક્રમ માટે જરૂરી પુસ્તકો, લેખનસામગ્રી અને અન્ય સાધનો.
- પરીક્ષા ફી.
- રહેવા – જમવાનું ખર્ચ.
- વીમા પોલીસીનું પ્રિમિયમ
મુખ્ય લાક્ષણિકતા:
- લોનની મહત્તમ મયૉદા : રૂ.૫.૦૦ લાખ
- વ્યાજનો વાર્ષિક દર : ૪%
- લોનની રકમ : ૯૫%
- લાભાર્થી ફાળો : ૫%
- શિક્ષણ પૂરું થયાની તારીખથી ૬ માસ અથવા નોકરી / વ્યવસાય શરૂ થાય બન્નેમાંથી જે વહેલું હોય ત્યારથી ૬૦ સરખા માસિક હપ્તામાં લોનની પરત ચુકવણી કરવાનીરહેશે.
ગુજરાત ગોપાલક વિકાસ નિગમ ની યોજના ના લાભાર્થી:
શ્રી રબારી બાબુભાઈ લક્ષ્મણભાઈ ,રેલ્વે પૂર્વ , જોગણી માતા ના મંદિર પાસે , મુ. કલોલ , જી. ગાંધીનગર ખાતે રહે છે . તેઓ એક વિકલાંગ વ્યક્તિ છે . કુદરતે તેઓ સાથે અન્યાય કર્યો છે, પણ સાથે સાથે એવી શક્તિ આપી છે કે જાત મહેનત કરી તેઓ ના કુટુંબ નું ગુજરાન ચલાવી શકે. તેઓએ ધોરણ ૯ પાસ કર્યું છે. કુટુંબ ની જવાબદારી ને લીધે આગળ અભ્યાસ પડતો મૂકી વારસાગત પશુપાલન નો વ્યવસાય સ્વીકાર્યો , તેઓ ના પિતા છુટક મજુરી કરી માંડ કુટુંબ નું ભારણ પોષણ કરે છે . કુટુંબ પાસે માત્ર એક ગાય હતી, વાર્ષિક રૂપિયા ૧૦,૦૦૦ /- આવક હતી.
વર્ષ ૨૦૦૬ માં ગુજરાત ગોપાલક વિકાસ નિગમ , ગાંધીનગર માંથી લોન મેળવવાની જાહેરાત બહાર પડતા અરજી નિગમ દ્વારા પશુપાલન ના વ્યવસાય માટે રૂપિયા ૩૦,૦૦૦/- ની લોન મંજુર કરવામાં આવી . નિગમ માંથી મળેલ લોન માંથી બે ભેંસો ખરીદ કરી ભેંસ ના દૂધ નું વેચાણ કરવાનો વ્યવસાય સરુ કર્યો. દૂધ ના વેચાણ માંથી આવક થતા બચત કરી વધારા ની બે ગાય ખરીદી આ દૂધ ના વ્યવસાય દ્વારા તેઓ વાર્ષિક રૂપિયા ૨૦,૦૦૦/- ની આવક મેળવે છે .આજ દિન સુધી તેઓ નિયમિત હપ્તો ભરતા આવ્યા છે. એક પણ હપ્તો ચુક્યાનથી.
આ નિગમ માંથી મળેલ લોન માંથી તેઓ ના પશુપાલન ના વ્યવસાય માં ઉતરોઉંતર પ્રગતિ થયેલ છે જેના ફળ સ્વરૂપે હાલ માં તેઓ પાસે ત્રણ ગયો અને બે ભેંસ નો વધારો થયેલ છે અને અગાઉ કરતા બમણી વાર્ષિક આવક મેળવી, સુખે થી તેઓના કુટુંબ નો જીવન નિર્વાહ કરી રહ્યા છે.
સંપર્ક માટે:
ગુજરાત ગોપાલક વિકાસ નિગમ
બ્લોક નંબર-૧૬, ભોયતળીયે,
ડૉ.જીવરાજ મેહતા ભવન, ગાંધીનગર,
ફોન નંબર: +૯૧ ૭૯ ૨૩૨૫૬૪૯૪
ફેક્ષ નંબર: +૯૧ ૭૯ ૨૩૨૫૬૯૨
ઈ-મેલ: md-ggdcl@gujrat.gov.in
જો તમારી પાસે આવી કોય પણ રબારી સમાજ ને લગતી માહિતી હોય તો અમને જરૂર થી મોકલ્સો. rajesh@rabarisamaj.com
Comments (14)


Nice info rajbhai.
[Reply]
Raj Savdhariya Reply:
June 29th, 2010 at 3:16 am
thanks Hemrajbhai…aama tamari pan mehanat chhe…so nice job Hemarajbhai
[Reply]
its very nice for rabari samaj and thnkx for this step its very good
thnkx
[Reply]
Raj Savdhariya Reply:
June 29th, 2010 at 3:18 am
thanks Rajubhai Mori…bas aaj rite support karta raho bhai…
[Reply]
nice information.
[Reply]
Raj Savdhariya Reply:
June 30th, 2010 at 6:18 am
hanks, payal and please support our website http://www.rabarisamaj.com by commenting on all topics which we have covered….thanks again…have nice day
[Reply]
Harish Desai Reply:
July 21st, 2010 at 9:56 am
hi how r u?
[Reply]
raj savdhariya Reply:
August 9th, 2010 at 2:22 am
Good brother and How are you? Nice to see you. keep supporting us we want your help in changes in Rabari samaj…thanks
[Reply]
thanks raju bhai samaj na sara kam karta raho and bijana pase karavat raho : jay goga bele raheje
[Reply]
raj savdhariya Reply:
August 9th, 2010 at 2:24 am
Thanks to you bhai. and ha jaroor padase to tamari help pehala lahisu bhai. aa rite badha rabari bhaio ne janavata raho ke aapade Rabari samaj ma sudhara mate kaam kari rahya chhiye to te loko pan future ma help kari sake. Jay Goaga Maharaj
[Reply]
raju bhai kam pade to kaheta rahejo
[Reply]
raj savdhariya Reply:
August 9th, 2010 at 2:24 am
sure bhai Jay mataji….
[Reply]
Raj bhai bahu sare jaankare muke che, koi kaam hoye to keta rahjo…
[Reply]
Aa Board Na Chairman Ni Pan Details Pan aa Website Par Mukavi Joiae Mohan bhai
[Reply]