ભારત ના તીર્થધામ
અહિયાં નીચે આપેલ માહિતી આખા ભારત ના હિંદુ મંદિરોની છે.
ભારતના ચાર ધામ : 1. દ્વારિકા 2. જગન્નાથપુરી 3. બદરીનાથ 4. રામેશ્વર
હિમાલય ના ચાર ધામ : 1. યમુનોત્રી 2. ગંગોત્રી 3. કેદારનાથ 4. બદરીનાથ
હિમાલયના પાંચ કેદાર : 1. કેદારનાથ 2. મદમહેશ્વર 3. તુંગનાથ 4. રુદ્રનાથ 5. કલ્પેશ્વર
ભારતની સાત પવિત્ર પુરી : 1. અયોધ્યા 2. મથુરા 3. હરિદ્વાર 4. કાશી 5. કાંચી 6. અવંતિકા 7. દ્વારિકા
દ્વાદશ જ્યોતિલિંગ : 1. મલ્લિકાર્જુન (શ્રી શૈલ – આંધ્ર પ્રદેશ) 2. સોમનાથ (પ્રભાસ પાટણ – ગુજરાત) 3. મહાકાલ (ઉજ્જૈન –મધ્યપ્રદેશ) 4. વૈદ્યનાથ (પરલી-મહારાષ્ટ્ર) 5. ઓમકારેશ્વર (મધ્યપ્રદેશ) 6. ભીમાશંકર (મહારાષ્ટ્ર) 7. ત્ર્યંબકેશ્વર (મહારાષ્ટ્ર) 8. નાગનાથ (દ્વારિકા પાસે – ગુજરાત) 9. કાશી વિશ્વનાથ (કાશી – ઉત્તરપ્રદેશ) 10. રામેશ્વર (તમિલનાડુ) 11. કેદારનાથ (ઉત્તરાંચલ) 12. ઘૃષ્ણેશ્વર (દેવગિરિ-મહારાષ્ટ્ર)
અષ્ટવિનાયક ગણપતિ : 1. ઢુંઢીરાજ – વારાણસી 2. મોરેશ્વર-જેજૂરી 3. સિધ્ધટેક 4. પહ્માલય 5. રાજૂર 6. લેહ્યાદ્રિ 7. ઓંકાર ગણપતિ – પ્રયાગરાજ 8. લક્ષવિનાયક – ઘુશ્મેશ્વર
શિવની અષ્ટમૂર્તિઓ : 1. સૂર્યલિંગ કાશ્મીરનું માર્તડ મંદિર / ઓરિસ્સાનું કોર્ણાક મંદિર / ગુજરાતનું મોઢેરાનું મંદિર 2. ચંદ્રલિંગ – સોમનાથ મંદિર 3. યજમાન લિંગ – પશુપતિનાથ (નેપાલ) 4. પાર્થિવલિંગ – એકામ્રેશ્વર (શિવકાંશી) 5. જલલિંગ – જંબુકેશ્વર (ત્રિચિનાપલ્લી) 6. તેજોલિંગ – અરુણાચલેશ્વર (તિરુવન્નુમલાઈ) 7. વાયુલિંગ – શ્રી કાલહસ્તીશ્વર 8. આકાશલિંગ – નટરાજ (ચિદંબરમ)
પ્રસિધ્ધ 24 શિવલિંગ : 1. પશુપતિનાથ (નેપાલ) 2. સુંદરેશ્વર (મદુરા) 3. કુંભેશ્વર (કુંભકોણમ) 4. બૃહદીશ્વર (તાંજોર) 5. પક્ષીતીર્થ (ચેંગલપેટ) 6. મહાબળેશ્વર (મહારાષ્ટ્ર) 7. અમરનાથ (કાશ્મીર) 8. વૈદ્યનાથ (કાંગજા) 9. તારકેશ્વર (પશ્ચિમ બંગાળ) 10. ભુવનેશ્વર (ઓરિસ્સા) 11. કંડારિયા શિવ (ખાજુરાહો) 12. એકલિંગજી (રાજસ્થાન) 13. ગૌરીશંકર (જબલપુર) 14. હરીશ્વર (માનસરોવર) 15. વ્યાસેશ્વર (કાશી) 16. મધ્યમેશ્વર (કાશી) 17. હાટકેશ્વર (વડનગર) 18. મુક્તપરમેશ્વર (અરુણાચલ) 19. પ્રતિજ્ઞેશ્વર (કૌંચ પર્વત) 20. કપાલેશ્વર (કૌંચ પર્વત) 21.કુમારેશ્વર (કૌંચ પર્વત) 22. સર્વેશ્વર (ચિત્તોડ) 23. સ્તંભેશ્વર (ચિત્તોડ) 24. અમરેશ્વર (મહેન્દ્ર પર્વત)
સપ્ત બદરી : 1. બદરીનારાયણ 2. ધ્યાનબદરી 3. યોગબદરી 4. આદિ બદરી 5. નૃસિંહ બદરી 6. ભવિષ્ય બદરી 7. વૃધ્ધ બદરી.
પંચનાથ : 1. બદરીનાથ 2. રંગનાથ 3. જગન્નાથ 4. દ્વારિકાનાથ 5. ગોવર્ધનનાથ.
પંચકાશી : 1. કાશી (વારાણસી) 2. ગુપ્તકાશી (ઉત્તરાખંડ) 3. ઉત્તરકાશી (ઉત્તરાખંડ) 4. દક્ષિણકાશી (તેનકાશી – તમિલનાડુ) 5. શિવકાશી.
સપ્તક્ષેત્ર : 1. કુરુક્ષેત્ર (હરિયાણા) 2. હરિહિર ક્ષેત્ર (સોનપુર-બિહાર) 3. પ્રભાસ ક્ષેત્ર (સોમનાથ – ગુજરાત) 4. રેણુકા ક્ષેત્ર (મથુરા પાસે, ઉત્તરપ્રદેશ) 5. ભૃગુક્ષેત્ર (ભરૂચ-ગુજરાત) 6. પુરુષોત્તમ ક્ષેત્ર (જગન્નાથપુરી – ઓરિસ્સા) 7. સૂકરક્ષેત્ર (સોરોં – ઉત્તરપ્રદેશ).
પંચ સરોવર : 1. બિંદુ સરોવર (સિધ્ધપુર – ગુજરાત) 2. નારાયણ સરોવર (કચ્છ) 3. પંપા સરોવર (કર્ણાટક) 4. પુષ્કર સરોવર (રાજસ્થાન) 5. માનસ સરોવર (તિબેટ).
નવ અરણ્ય (વન) : 1. દંડકારણ્ય (નાસિક) 2. સૈન્ધાવારણ્ય (સિન્ધુ નદીના કિનારે) 3. નૈમિષારણ્ય (સીતાપુર – ઉત્તરપ્રદેશ) 4. કુરુ-મંગલ (કુરુક્ષેત્ર – હરિયાણા) 5. કુરુ-મંગલ (કુરુક્ષેત્ર – હરિયાણા) 6. ઉત્પલાવર્તક (બ્રહ્માવર્ત – કાનપુર) 7. જંબૂમાર્ગ (શ્રી રંગનાથ – ત્રિચિનાપલ્લી) 8. અર્બુદારણ્ય (આબુ) 9. હિમવદારણ્ય (હિમાલય).
ચૌદ પ્રયાગ : 1. પ્રયાગરાજ (ગંગા,યમુના, સરસ્વતી) 2. દેવપ્રયાગ (અલકનંદા, ભાગીરથી) 3. રુદ્રપ્રયાગ (અલકનંદા, મંદાકિની) 4. કર્ણપ્રયાગ (અલકનંદા, પિંડારગંગા) 5. નંદપ્રયાગ (અલકનંદા, નંદા) 6. વિષ્ણુપ્રયાગ (અલકનંદા, વિષ્ણુગંગા) 7. સૂર્યપ્રયાગ (મંદાકિની, અલસતરંગિણી) 8. ઈન્દ્રપ્રયાગ (ભાગીરથી, વ્યાસગંગા) 9. સોમપ્રયાગ (મંદાકિની, સોમગંગા) 10. ભાસ્કર પ્રયાગ (ભાગીરથી, ભાસ્કરગંગા) 11. હરિપ્રયાગ (ભાગીરથી, હરિગંગા) 12. ગુપ્તપ્રયાગ (ભાગીરથી, નીલગંગા) 13. શ્યામગંગા (ભાગીરથી, શ્યામગંગા) 14. કેશવપ્રયાગ (ભાગીરથી, સરસ્વતી).
પ્રધાન દેવીપીઠ : 1. કામાક્ષી (કાંજીવરમ્ – તામિલનાડુ) 2. ભ્રમરાંબા (શ્રીશૈલ –આંધ્રપ્રદેશ) 3. કન્યાકુમારી (તામિલનાડુ) 4. અંબાજી (ઉત્તર ગુજરાત) 5. મહાલક્ષ્મી (કોલ્હાપુર, મહારાષ્ટ્ર) 6. મહાકાલી (ઉજ્જૈન-મધ્યપ્રદેશ) 7. લલિતા (પ્રયાગરાજ-ઉત્તરપ્રદેશ) 8. વિંધ્યવાસિની (વિંધ્યાચલ-ઉત્તરપ્રદેશ) 9. વિશાલાક્ષી (કાશી, ઉત્તરપ્રદેશ) 10. મંગલાવતી (ગયા-બિહાર) 11. સુંદરી (અગરતાલ, ત્રિપુરા) 12. ગૃહેશ્વરી (ખટમંડુ-નેપાલ).
શ્રી શંકરાચાર્ય દ્વારા સ્થાપિત પાંચ પીઠ : 1. જ્યોતિષ્પીઠ (જોષીમઠ – ઉત્તરાંચલ) 2. ગોવર્ધંપીઠ (જગન્નાથપુરી-ઓરિસ્સા) 3. શારદાપીઠ (દ્વારિકા-ગુજરાત) 4. શ્રૃંગેરીપીઠ (શ્રૃંગેરી – કર્ણાટક) 5. કામોકોટિપીઠ (કાંજીવરમ – તામિલનાડુ).
વધુ માહિતી માટે આ લીંક પર જવું…www.gurjari.net/details/hindu-tirthdham.html
અને જો આમાં કોય મંદિર નો સમાવેશ ના થયો હોય તો જરૂર થી જણાવજો…..જય ગોગા મહારાજ
Comments (1)




પૌરાણિક વાતો પ્રમાણે ભગવાન શંકરે (Lord SHIVA) તેમની પાંચ પગવાળી સાંઢ(ઊટ)ને ચારવા માટે સમળાના ઝાડની છાલમાંથી રબારીને ઉત્પન્ન કર્યો અને સમળાના ઝાડના નામ પરથી ભગવાન શંકરે તેનુ નામ સામળો રાખ્યુ કે તેની મુળ શાખ સાંબોળ રાખી તે સામળાને સાત દિકરીઓ હતી અને તે સાતે દીકરીઓના વિવાહ ભગવાન શંકરે રાજપુત કુળમાં કર્યા હતા. અને તે રાજપુતો ઘર જમાઈ તરીકે સ્વીકારી પોતાની પાસે વસાવ્યા. ત્યાર બાદ આ દિકરીઓનો જે વંશવેલો વધ્યો તે મુજબ, જે દિકરી જે રાજપુત સાથે પરણાવી હતી તેના બાળકોની શાખ જે તે રાજપુતના કુળ પ્રમાણે (મકવાણા, રાઠોડ, સોલંકી, પરમાર) અંકાવા લાગી. અને ત્યાર બાદ એકબીજાની ઓળખાણ પણ તે મુજબ થવા લાગી. આ રાજપુત શાખો માંથી જેમ જેમ રબારી જ્ઞાતિનો વંશવેલો વધતો ગયો તેમ તેમ સ્થળાંતર કરવા લાગ્યા અને ગામોના નામ ઉપરથી અને બીજી ઘણી રીતે રબારીની શાખાઓમાંથી અનેક પેટા શાખો વધતી ગઈ. અને ત્યાર બાદ હાલમાં કુલ ૧૩૩ પેટા શાખા થઈ છે. એટલે જ રબારી સમાજને હાલ ‘વીસોતેર નાત’ તરીકે ઓળખવામાં આવે છે. વીસોતેર એટલે વીસ + સો + તેર =૧૩૩ એવો અર્થ થાય છે.
વિસોતેર રબારી સમાજની કુલ ૧૩૩ પેટાશાખ આ મુજબ છે.
કટારિયા, કબોતરા, કાછોળ, કાછેલા, કાનકટા, કારસિયા, કાબોર, કેડ, કુકોહ, કુંભાર, કોમરા, કોલા,
ખડોર, ખટાણા, ખાંભલ્યા, ખાર, ખારવાણિય,
ગરછોળ,
ઘરમરીયા, ઘાટિયા, ઘાટેતેર, ઘાંઘવા, ઘાંઘોડ, ઘાટરિયા, ઘાંઘારિયા, ઘેલોચર, ઘેળોત્તર,
ચરમટા, ચરકટા, ચમરિયા, ચાવડા, ચાનબીડા, ચેલાણા, ચૌહાણ,
જાદવ, જાજાળા, જેઠા, જેહ, જેઠવા, જોટાણા,
ઝિયોડ,
ટલુકા, ટભારિયા,
ડાભી, ડિયા,
ઢઘોલ, ઢેંચવા, ઢેચોતર, ઢોકરીયા,
દાંકીયા, દેવ, દોદળા, દેવરા, દેવરિયા,
નાગોર, નાવોર, નાંદવા, નાંદલિયા, નેહ,
પના, પરમાર, પરવરિયા, પદવાડા, પઢાર, પાટવાળ, પૂંછલ્યા,
બલ્યા, બારેચ, બોરડ, બાર, બુચોતર,
ભડસ્મા, ભારઈ, ભાઠી, ભાટરીયા, ભુંગોળા, ભૂખ્યા, ભૂંભળિયા, ભુંદરે, ભુંડ, ભેજા, ભોકું,
મકવાણા, મારૂચા,મેર, મેહ, મોટણ, મોરડાવ, મોરી, મોટું,
રન્જયા, રજ્યા, રાજીયા, રાઠોડા, રાંણવા, રૂવારા, રૂણેચા, રૂડેયા, રોહિયા, રોઝિયા,
લવ, લલુતરા, લળતુકા, લૂણી, લોઢા, લોહ, લોક,
વણોતરા, વાતમા, વાઘેયા, વેજોલ, વેગડોર,
શિલોરા, શેઠા,શેખા,
સવઘોર, સાવધરીયા, સાંબોળ, સેવાળ, સેધિયા, સોલંકી,
હડિયોલ, હાથોલ, હુચોલ, હૂણ,
અચવા, અજોણા, અવછારિયા, આલ, આંબોઘરા, આબોચર, ઈહોર, ઉમોટ, ઉજોડા, ઉલવા,
આમાંથી મોટા ભાગની શાખ આજે ગુજરાત અથવા ગુજરાત બહાર હયાત છે. શક્ય છે કે હાલમાં આમાથી બે-પાંચ શાખાનો ક્ષય થયો હોય.
મુળ ૧૩૩ શાખ માંથી અપભ્રંશ થતા કે જે તે ગામ કે પ્રદેશ ના નામ ઉપરથી નવી શાખો હાલમાં અસ્તીત્વમાં આવી છે તે આ મુજબ છે.
કરડ, ઢગલ, ખાંભલા, દેસાઈ, મર્યા, ટરમટા, ટમાલીયા, હરણ, પઢેરીયા, કલોત્રા, નાંઘા, ભાડકા, કોડીયાતર, શીવાળીયા, ઉમલીયા, કાગડા, ગુજર વગેર
[Reply]