History OF Rabari Samaj
In previews post we have told you about Who is Rabari and where they came from But that post was in English and if you want to read in Gujarati then here is one good article originally posted by Janak bhai from vadvala.com.
રબારી, રાયકા, ગોપાલક કે દેસાઈના નામે ઓળખાતી આ જાતિ મેર, આહીરની જેમ મુળ રાજપુત જાતિમાંથી ઉતરી આવી છે તેવો ઘણા વિદ્વાનોનો મત છે.
દરેક જાતિની ઉત્પત્તિ વિશે જેમ ભિન્ન મત હોય છે તેમ આ જાતિ વિશે પણ જુદા જુદા મત હોઈ શકે છે.
પૌરાણિક વાત એવી છે કે જ્યારે ભગવાન શિવજી હિમાલયમાં તપ કરતા હતા ત્યારે પાંચ પગવાળું પ્રાણી (ઊંટ) અને તેની રખેવાળી કરનાર એક માણસ સર્જાયો. આ માણસે દેવલોકની અપ્સરા અથવા હિમગિરીની કોઈ દેવી સાથે લગ્ન કર્યુ. (એક દંતકથા મુજબ ‘રઈ’ નામની અપ્સરા સાથે લગ્ન કર્યા જેનો વંશ ‘રાયકા’ ના નામથી ઓળખાયો). તેને ચાર પુત્રીઓ થઈ. એ ચાર પુત્રીઓનાં લગ્ન હિમાલયમાં રહેતી જુદી જુદી રજપુત(ક્ષત્રિય) જાતિના પુરુષો સાથે થયાં, અને એ ચારે પુરુષોની જે સંતતિ થઈ એ હિમાલયના નિયમ બહારનાં લગ્ન હોવાથી એ પ્રજા રાહબારી કે રબારીના નામથી ઓળખાવા લાગી.
પૌરાણિક વાતોમાં જે હોય તે, પરંતુ આ જાતિનું મૂળ વતન એશિયા માયનોર હશે કે જ્યાંથી આર્યો ભારતમાં આવ્યા હતા. આર્યોનો મૂળ ધંધો પશુપાલનનો હતો અને રબારી જાતિનો ધંધો પણ પશુપાલન છે આ જાતિ પણ આર્યોની સાથે જ ભારતમાં આવી હશે તેવુ અનુમાન કરવામાં આવે છે.
રબારી ને રાયકા, દેસાઈ, દેવાસી, ધનગર, પાલ, હીરાવંશી, કુરુકુરબા, કુરમા, કુરબરુ, ગડરિયા, ગાડરી, ગડેરી, ગદ્દી, બધેલ ના નામે પણ ઓળખવામાં આવે છે.
Comments (6)
Good Infomation……
[Reply]
Mohan Desai Reply:
April 26th, 2010 at 5:27 am
thank you kunal bhai..
[Reply]
Good job mohanbhai…….
[Reply]
Mohan Reply:
May 9th, 2010 at 5:06 am
thank you jitu bhai..
[Reply]
Thank you very much for this information , its very helpful to know the correct history of rabari samaj , and all the best to all the team , u have done a great work ,n hoping that we will be getting important info. like this in future by your kind support ,thank you o much , jay goga
[Reply]
Wel done Maheshbhai Desai,
We can proudly say to other community that we are RABARI(RAYKA)…
[Reply]