મનહરભાઈ રબારી અને હરીશભાઈ રબારી એ રબારી સમાજ નું ગર્વ

કપડવંજમાં કાબીલેદાદ કામગીરી કરનારાં મનહરભાઈ રબારી, ઉસ્માનગની, હરીશભાઈ રબારી અને જમાદાર ચેહરસિંહની કામગીરીને લોકોએ બિરદાવી હતી.

rabari મનહરભાઈ રબારી અને હરીશભાઈ રબારી એ રબારી સમાજ નું ગર્વ

સમય સૂચકતાં વાપરી સશસ્ત્ર લૂંટારાઓના મનસૂબાને નિષ્ફળ બનાવનારાં મનહરભાઈએ ‘દિવ્ય ભાસ્કર’ને જણાવ્યું હતું કે ‘શનિવારે મેં આ શંકાસ્પદ બાઈક સવારોને ઘાતક હથિયારો સાથે જોયા ત્યારે કપડવંજમાં કંઈક અમંગળ થવાના એંધાણ જણાઈ આવ્યા હતા. તાત્કાલિક પોલીસને જાણ કરવાનું વિચારીને સૌથી પહેલાં ચેહરસિંહને જાણ કરી હતી.

સાથે-સાથે બે મિત્રોને જાણ કરીને આજે આ લોકોને તેનાં બદઈરાદામાં સફળ થવા દેવા નથી એવું મનોમન નક્કી કરી લીધું હતું. મારાં મિત્રોએ પણ ગંભીરતાને સમજીને તાત્કાલિક સાથ આપ્યો એનો મને ગર્વ છે. પ્રજાનો અહોભાવ જોઈને સરહદ ઉપર લડતાં-લડતાં જાનની બાજી લગાવનારાં આપણાં સૈનિકોની છાતી જેમ ગજ-ગજ ફુલે છે, તેવો આનંદ આજે અમારાં હૈયામાં થઈ રહ્યો છે.

આજ ના ઘોર કલયુગ ના સમય માં આપડે આવા લોકો ની જરૂર છે કે જે લોકો ની મદદ તો કરેજ છે પણ દેશ માટે મારવા તૈયાર હોય છે. જય ગોગા મહારાજ…

http://www.divyabhaskar.co.in/article/MGUJ-i-feel-like-soldier-manharbhai-1120983.html?PRV

Comments (1)

 

  1. s says:

    theri bapudiya ,tel juo tel ni dhar juo

    [Reply]

Leave a Reply