મુંબઈ રબારી સમાજ ટ્રસ્ટ ધ્વારા સમાજ નાં તેજસ્વી વિદ્યાર્થી ભાઈ બહેનોનું સન્માન સમારોહ તથા સ્નેહ સંમેલન નું આયોજન : ૨જુ વર્ષ
મુંબઈમાં વસતા સમસ્ત રબારી સમાજ ધ્વારા એક ખાસ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં સમાજનાં તમામ આગેવાનોએ હાજરી આપી હતી તે સાથે મુંબઈમાં વસતા સમસ્ત રબારી સમાજના દરેક વ્યક્તિ હાજર રહ્યા હતા, મુંબઈ રબારી સમાજ ટ્રસ્ટ ધ્વારા સમાજનાં તેજસ્વી વિદ્યાર્થી ભાઈ બહેનોનું સન્માન અને રબારી સમાજનાં લોકો એક બીજાને ઓળખે એ માટે આ પ્રોગ્રામ યોજ્યો હતો.
સમાજના વિધાર્થ્યી ભાઈ-બહેનો કે જે આગામી વર્ષમાં ભણવામાં સારા માર્ક્સ લાવ્યા હોયે તેવા બધાજ ભાઈ-બહેનોનું સન્માન કરવામાં આવ્યું હતું,આ સન્માન સમારોહમાં સમાજ નાં તમામ આગેવાનોએ હાજરી આપી હતી.
સમાંરભમાં સમાજના તમામ આગેવાનોએ હાજરી આપી હતી જેમાં દાનાભાઈ મોરી (એદ્લાવાળા), ગુલાબનાથ મહારાજ (વિસનગર), અભુભાઇ (ગોખરવા વાળા), મોતીભાઈ દેસાઈ, કુર્શીભાઈ દેસાઈ (કુચાવાડા), મલાભાઈ દેસાઈ (એદ્લા),ઈશ્વરભાઈ દેસાઈ (કમોડા), લીલાભાઈ દેસાઈ (નાબખણા), મગનભાઈ દેસાઈ (આસેડા), હરિભાઈ દેસાઈ (કુશ્કલ), દેવકરણભાઈ દેસાઈ, બાબુભાઈ (પાલડી) વગેરે હાજરે આપી હતી.
રબારીસમાજના આવા પ્રોગ્રામ મુંબઈ જેવા શહેરમાં યોજાય અને એમાં પણ મુંબઈમાં આપણા સમાજને એક આગવી ઓળખાણ ઉભી થાય તેવા મંતવ્ય સાથે પ્રોગ્રામમાં ઉપસ્થિત સર્વે માહનાભાવોની ઈચ્છા હતી, એ સાથે સમાજમાં ભણતર પર ખાસ ધ્યાન આપવા બહેનોને ખાસ આગ્રહ કરવામાં આવ્યો હતો.
આ પ્રોગ્રામમાં માલધારી પપેરના મંત્રી મોહનભાઈ માલધારી ખાસ ઉપસ્તિત રહ્યા હતા.
Comments (1)































































Aapno samaj pragati kare tevi mari subhechha! Pan haju sudhi aapna samaj ma upsc jevi competitive exam vishe yogy mahiti nathi jethi vadhu mahiti male te mate seminaro nu aayojan thay to vadhu saru.
[Reply]