વિઢયારમાં રબારી સમાજનું છાત્રાલય શરૂ કરવા દાતા તૈયાર
રાધનપુરમાં રબારી સમાજના તેજસ્વી તારલાઓને સન્માનવાનો કાર્યક્રમ રબારી હોસ્ટેલના પટાંગણમાં યોજાયો હતો. જેમાં મહામંડલેશ્ર્વર ૧૦૮ પ.પૂ કનીરામબાપુએ રબારી સમાજની કન્યાઓને ભણાવવા ઉપર ભાર મૂક્યો હતો. જ્યારે ધો. ૧૦માં ૯ર ટકા લાવનાર સરતાનભાઇ દેસાઇને ગોપાલક બોર્ડના ચેરમેન સંજયભાઇ દેસાઇ તરફથી દશ ગ્રામ સોનું આપીને સન્માન કરાયુ હતું.
ગોપાલક બોર્ડના પૂર્વ ચેરમેન અરજણભાઇ રબારી, સુરત રબારી સમાજ પ્રમુખ જામાભાઇ દેસાઇ, મફતભાઇ રબારી, હરગોવનભાઇ દેસાઇ, ડીસાના ગોવાભાઇ રબારી, ગોવિંદભાઇ ગોપાલબંધુ, નરસિંહભાઇ દેસાઇ સહિત મહાનુભાવોની ઉપસ્થિતિમાં યોજાયેલા સમારંભમાં ૭૪ તેજસ્વી તારલાઓને શિલ્ડ અને પ્રમાણપત્ર આપી સન્માનાયા હતા.
આ પ્રસંગે ગોપાલક બોર્ડના ચેરમેન સંજયભાઇ દેસાઇ જણાવ્યું હતું કે, ધો. ૧૦માં ૯૦ ટકા લાવનાર વિદ્યાર્થીઓનેે તેમના તરફથી ૧૦ ગ્રામ સોનુ આપવાનો ચીલો પાડ્યો છે. સમાજની વધુમાં વધુ કન્યાઓ આ ઇનામની હક્કદાર બનીને ઉપર આવે તેવી ઇચ્છા છે. વિઢયાર પંથકમાં તેમણે એક સારી કોલેજ શરૂ કરવાની પણ મહેચ્છા જાહેર કરી હતી.
મહામંડલેશ્ર્વર ૧૦૮ પ.પૂ. કનીરામબાપુએ આશીર્વાદ આપતાં સમાજ સંગિઠત અને કન્યાઓ શિક્ષિત બને એ બાબત ઉપર ભાર મૂક્યો હતો. તેમણે સમાજમાંથી કુરિવાજો દૂર કરી સમાજના દરેક વ્યક્તિને ખભેખભો મિલાવી પ્રગતિ કરવા જણાવ્યું હતું.
આ પ્રસંગે સ્થાનિક અગ્રણીઓમાં માનાભાઇ રબારી (સુલતાનપુરા), ગોવાભાઇ રબારી, ગગદાસભાઇ રબારી, ગલાબભાઇ સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા માદેવભાઇ રબારી, કરશનભા આલ, જેહાભાઇ રબારી, ઇશ્ર્વરભાઇ રબારી, ગોકુળભાઇ રબારી સહિત અગ્રણીઓએ જહેમત ઉઠાવી હતી.
આવી કોય પણ માહિતી તમારી પાસે હોય તો અમારો જરૂર થી સંપર્ક કરસો.
Comments (3)


aapda samaj ne aagd lava schoo ane collego ni zarur che …ane khas kari ne girl education …. mandir per daan kerva kerta Edu Per baan kervu joiye kem ke money cant buy god .. so give money to them who need ..then god will be ur
[Reply]
mohan Reply:
August 10th, 2010 at 6:40 am
yes bro your 100 right and i am totally agree ke aapne samaj maa education par bhar mukvo joye, kem ke aape jetlu dharmik kaam maa kharchye cheye etlu jo education pachal kaam karye to samaj ne bahu faydo thase
[Reply]
pragati karva badal khub khub abhinandan
[Reply]