Vadwada-Dudhrej
સુરેન્દ્રનગર જીલ્લાના વઢવાણ તાલુકામાં સુરેન્દ્રનગર ગામથી પાંચેક કિલોમીટર દુર ઉત્તર દિશામાં ધ્રાંગધ્રા જવાના રસ્તા ઉપર દૂધરેજ નામનું ગામ આવેલું છે. આ દૂધરેજ ગામમાં શ્રીમદ્ શંકરાચાર્યની પરંપરામાં ૨૧ માં શિષ્ય શ્રી નીલકંઠસ્વામીની પ્રેરણાથી અને તેઓશ્રીના શુભ આશીર્વાદથી શ્રીરામીય વૈષ્ણુના ધર્મધામ સમુ શ્રી વટપતિ (વડવાળા દેવ) ભગવાનનું આશ્રમ સ્થાન આવેલું છે. તેમના આરાધ્યદેવ અયોધ્યાપતિ ભગવાન શ્રી રામચંદ્રજી છે અને તે શ્રી વટપતિ કે વડવાળા નામે સમગ્ર ગુજરાતમાં તેમજ ગુજરાત બહાર જાણીતા છે.
મહાવદગિરિ માંથી જન્મ પામેલી ઉન્મત્ત ગંગા કે ઉમાગંગા (હાલની ઉમઈ નદી) ના કિનારે આ સુંદર સ્થાન આવેલ છે. નજીકમાં જ આશ્રમને અડીને સુંદર સરોવર આવેલ છે જેને પયઃસર કે દૂગ્ધસર કહે છે. આશ્રમની શોભા આથી તેમજ તેના કિનારા ઉપર આવેલા વૃક્ષોથી ઘણી વધી છે.
આશ્રમ વિશાળ પટાંગણથી અને તેમાં આવેલા વટવૃક્ષ નયનમનોહર મંદિર શ્રેણીથી શોભે છે. આશ્રમની પૂર્વ અને દક્ષિણ એમ બે બાજુએ મોટા મોટા દરવાજા છે. પટાંગણની મધ્યમાં શિલ્પકલાની અત્યંત કમનીય કલાકારીગીરીના ધામ સમુ ભગવાન શ્રી વટપતી (શ્રી રામ)નું ભવ્ય મંદિર શોભી રહ્યું છે. એનો પથ્થર બેનમૂન કલાકારીગીરીથી જોનારને પકડી રાખે એવો કલા-સમૃધ્ધ છે. આ મંદિરનું બાંધકામ અને અન્ય સુશોભન આશ્ર્વર્યચકિત કર્યા વિના રહેતા નથી.
આ સર્વાગ સુંદર મંદિરની પૂર્વ તરફ વિશાળ વટવૃક્ષના દર્શન થાય છે. આ આશ્રમના પ્રથમાચાર્ય શ્રી ષષ્ટ્પ્રજ્ઞસ્વામીજીએ વડના દાતણથી ઉછેરેલો ગણાતો આ વડ તેની શીતળ છાયા અને પવિત્ર વાતાવરણથી મંદિર અને પટાંગણ શોભાવે છે.
આ મંદિરની દક્ષિણ દિશાને અડીને ષષ્ટ્પ્રજ્ઞસ્વામીજી થી આરંભ અત્યાર સુધીના આચાર્યશ્રીઓની ચમત્કારયુક્ત ગણાતી સમાધીઓ આવેલી છે. આ સમાધિઓ આશ્રમની પાંચસો વર્ષની ઉજળી પરંપરાની સાક્ષીરૂપ છે.
સમાધિસ્થાનની બાજુમાં ભંડાર આવેલા છે જેમાં માતા અન્નપુર્ણા સદેહે વસતા ગણાય છે. લાખો માનવીઓએ અહીં પ્રસાદ પ્રાપ્ત કરી ક્ષુધાતૃપ્ત કરી છે. મંદિરમાં બહારથી દર્શનાર્થે આવેલ દર્શનાર્થીઓ ઇચ્છે તો અહીં નિવાસ કરી શકે છે તેમજ પ્રશાદ વડે ક્ષુધા પણ સંતોષી શકે છે
via:vadwala.com
Comments (16)


keep going forward
[Reply]
chetan khatana Reply:
April 27th, 2010 at 2:26 pm
i like your nature and i proud rabari samaj in my comunity is rabari garet hestry of rabari to calect the best idia thank you
[Reply]
Mohan Desai Reply:
April 27th, 2010 at 3:28 pm
thank you chetan bhai and welcome to rabari samaj blog .. hope we get more support from you bro
[Reply]
good work hemraj.. you have collect really good info .. thanks for sharing waiting for more post like this from you and other author also.. and i like that u have written this in Gujarati..
[Reply]
ખરેખર માં મેં તોં ફક્ત સ્ત્રોત લાવી ને મુક્યો છે ખરી મહેનત તોં જનકભાઈ ની છે…નેહા
[Reply]
good work hemrajbhai…..
[Reply]
ખુબ સરસ વેબ બનાવી છે મોહન
અમારા લાયક કઈ કામ કાજ હોય તો કહેજો ……..
વાળીનાથ નુ જનાવો
[Reply]
Mohan Desai Reply:
April 29th, 2010 at 6:26 am
ધન્યવાદ સુરેશ ભાઈ અને આપનો ખુબ ખુબ આભાર કોમેન્ટ કરવા બદલ અને અમે વાળીનાથ ને જાણકારી પર કામ કરે રહ્યા છીએ જેવે આખે વિગત આવી જશે અમે અહ્યા પોસ્ટ કરશું .
[Reply]
jay vadwada jay goga shree shree dhrma dhuavndar 1008 shree kaniram bapu rabari samaj proud by vadwada mander dudhrej arvind 9924487019
[Reply]
jay goga
[Reply]
vadwada wadinath ni jay vadwada nu mandir rabari samaj nu gavrav chey aney shree kanirambapu no samaj prtyeni lagni apar chey te rabari samaj nu hamesa saru ichataj aaya chey rabari samaj kevi ritey aagad aaway a hamesa amna prayatno rahela hoi chey rabari samaj hamesa amni sathey chey vadwada vadinath ni jay
Regard
Desai Amitbhai Kanubhai
At & PO. :- Raysingpura
Taluka :- Jhagadia
District :- Bharuch 393120
Gujrat
Mobile No. 9925251170
[Reply]
SAMAJ MAATE AATLU SARAS BHAGIRATH KARYA KARYU TE BADAL GHANA ABHINANDAN. BHAGWAN VADWADA AAPNE VADHU NE VADHU SAMAJ MAATE KARYA KARVA NI PRERNA AAPE TEVI SHUBHECHHA.
HIRABHAI RABARI
TALALA(GIR)
[Reply]
Happy new year
[Reply]
JAY GOGA,JAY VADVALA,VALI VIHOTAR NAAT NE MARA ROMROM
[Reply]
jay vadvala
verry good kai amara layak hoy to kahejo
[Reply]
jay mataji jay momai maa jay vadva dev mari samaj ne sukhi rakhe ………….
[Reply]